Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

કૃષિ કાયદા વિરુદ્ધ કોંગ્રેસનું હલ્લાબોલ :પ્રિયંકા ગાંધીની સહિતની અટકાયત: રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યા રાહુલ ગાંધી

નવી દિલ્હી : કૃષિ કાયદા પર કોંગ્રેસનું હલ્લાબોલ ચાલી રહ્યું છે ત્યારે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરવા પહોંચ્યા હતા

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ત્રણ નેતાઓ સાથે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવા પહોંચ્યા હતા. કોંગ્રેસને માર્ચ નિકાળવાની પરમિશન આપવામાં આવી નહોતી. ત્યાર બાદ પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત અન્ય ઘણા નેતાઓની અટકાયત કરવામાં આવી છે

(12:13 pm IST)