Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનું મોજ

જમ્મુ-કાશ્મીર શીમલામાં ભારે હિમવર્ષા : ગાઢ ધુમ્મસ છવાયો

નવી દિલ્હી તા. ૨૪ : દિલ્હી એનસીઆર સહિત સંપૂર્ણ ઉત્તર ભારત હાલમાં ધુમ્મસ અને હિમવર્ષાના કારણે ઠંડીં મોજું ફરી વળ્યું છે. દિલ્હીથી માંડીને ઉત્તરપ્રદેશ, હરિયાણા, બિહાર વગેરે મેદાની વિસ્તારોમાં ધુમ્મસ જોવા મળી છે. બીજી બાજુ પહાડી વિસ્તારોમાં જેવા કે જમ્મુ કાશ્મીર અને હિમાચલ વગેરેમાં હિમવર્ષા થઇ રહી છે.  દિલ્હી અને તેના પાડોસી રાજયોમાં આવનારા થોડાક દિવસમાં સ્વર્ણ સમયે ગાઢ ધુમ્મસ છવાય છે. સાથે જ શીતલહેરનો સામનો કરવો પડે છે. આઇએમડીના જણાવ્યા મુજબ, નવા વર્ષનું જશ્ન પણ ઠંડી વચ્ચે મનાવવું પડશે. કારણકે તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો ઘટાડો થઇ રહ્યો છે.  પંજાબ, પશ્ચિમી યુપી, દિલ્હી, પૂર્વી ઉત્તર પ્રદેશ સહિત તમામ વિસ્તારોમા ગાઢ ધુમ્મસ છવાયેલી છે. દિલ્હીના પાલમ વિસ્તારમાં એટલી હદે ધુમ્મસ હતી કે ૫૦ મીટર સુધી જોવું મુશ્કેલ હતું. અમૃતસરમાં તો માત્ર દૃશ્યતા ૨૫ મીટર રહી.

(12:49 pm IST)