Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

ક્રેડિટ કાર્ડ, સંપતિની સામે લીધેલ લોનના રિપેમેન્ટમાં ડિફોલ્ટ વધ્યા

અર્થવ્યવસ્થામાં વ્યાપક સુસ્તી,મહામારીને કારણે લોકોના પગારમાં કાપ, અને મોટી સંખ્યામાં લોકોની નોકરી છીનવાતા અસર : ક્રેડિટ ઇન્ફોર્મેશન બ્યુરોનો રિપોર્ટ

મુંબઈ: રિટેલ લોન સેક્ટરમાં લોનના પેમેન્ટ ડિફોલ્ટમાં ખાસ્સી વૃદ્ધિ થઈ રહી છે. સૌથી વધુ ડિફોલ્ટ સંપતિના બદલે લેવામાં આવેલ લોન અને ક્રેડિટ કાર્ડની ચૂકવણીમાં થઈ રહી છે. ક્રેડિટ ઈન્ફોર્મેશન બ્યૂરોના જારી કરાયેલ રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. ટ્રાન્સયૂનિયન સિબિલે જણાવ્યું કે, ઓગસ્ટના અંત સુધી 90 દિવસ પછી ક્રેડિટ કાર્ડ દ્વારા બાકી લોન ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 0.51 ટકા વધીને 2.32 ટકા પર પહોંચી ગયું છે. ત્યારે એસેટના અવેજમાં લોન પર ડિફોલ્ટ 0.34 ટકા વધીને 3.96 ટકાએ પહોંચી છે.

બ્યૂરોએ જણાવ્યું કે, ક્રેડિટ કાર્ડના પેમેન્ટમાં ડિફોલ્ટથી જાણવા મળે છે કે અર્થવ્યવસ્થામાં વ્યાપક સુસ્તી છે. આ સિવાય મહામારીને કારણે લોકોના પગારમાં કાપ મુકાયા છે અને મોટી સંખ્યામાં લોકોની નોકરી છીનવાઈ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ક્રેડિટ કાર્ડના પેમેન્ટ ગ્રાહકોની પ્રાથમિકતામાં નીચલા સ્તરે હોય છે. ગ્રાહક પહેલા પોતાના અન્ય દેવા ચૂકવવાનું પસંદ કરે છે. ત્યારે સંપતિના બદલે લેવામાં આવેલ લોન નાના એકમો દ્વારા કાર્યશીલ મૂડીની જરૂરતને પૂરી કરવા માટે લેવામાં આવી હોય છે. જો કે, કોવિડ-19 અગાઉ જ આ ડિફોલ્ટ વધી રહ્યા હતા.

(12:50 pm IST)