Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

શું ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ તરીકે બોરિસ જોનસન ભારત આવશે ?

બ્રિટનમાં મળેલા કોરોનાના બે સ્વરૂપે હાહાકાર મચાવ્યો છે ત્યારે...

નવી દિલ્હી તા. ૨૪ : બ્રિટેનના પીએમ બોરીસ જોનશન ૨૬ જાન્યુઆરીએ ભારતના ગણતંત્ર દિવસ મુખ્ય અતિથિ તરીકે આવવાના છે. જો કે હવે એવી ધારણા લગાવામાં આવી રહી છે કે બોરિસ જોનશનની પ્રથમ મુલાકાત રદ્દ કરવામાં આવશે. કારણ છે કોરોનાનો કહેર. બ્રિટનમા કોરોનાના બે નવા વેરિએન્ટ મળવાથી કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. અને તેનુ કારણ એ છે કે બોરિસ જોનસનને તેની પ્રથમ મુલાકાત રદ્દ કરવી પડશે.

સૂત્રોના જણાવ્યા મુજબ, ડોકટર ચાંદ નાગપાલે જણાવ્યું કે પીએમ બોરિસ જોનશનની ભારત યાત્રા પર બ્રિટેન સરકાર શું નિર્ણય કરે છે તે કહેવું જલ્દબાજી થશે. પરંતુ આ યાત્રા કદાચ સંભવ થઇ શકે નહીં. ખાસ કરીને ત્યારે જયારે કોરોનાનું સંક્રમણ આ સ્તર પર પ્રસાર ચાલુ છે.

ડોકટર નાગપાલે કહ્યું સ્વાભાવિક છે કે અમે આ મુદ્દા પર કેટલાક નિર્ણય કરી શકાય નહીં. જે પાંચ સપ્તાહ બાદ થવાનું છે. વાયરસના રોજ બદલાતા સ્વરૂપનો કહેર આમ જ રહેશે તો બોરીસ જોનશનની ભારત યાત્રા પર પણ તેની અસર થશે. અને તે રદ્દ પણ થઇ શકે છે. તેઓએ કહ્યું કે લંડન તેમજ અન્ય ભાગોમાં લાગુ લોકડાઉનના કારણે જો આ વાયરસ કાબુમાં આવી જશે તો આ યાત્રા થઇ શકે છે.

(12:50 pm IST)