Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

અવંતીપોરામાં ચાર આતંકીની ધરપકડ : બારામુલામાં અથડામણ

જમ્મુ-કાશ્મીરમાં સેનાને મળી મોટી સફળતા : ભારે માત્રામાં શસ્ત્રો જપ્ત

શ્રીનગર તા. ૨૪ : જમ્મુ-કાશ્મીરમાં હાલ ભારતીય સેનાને મોટી સફળતા મળી છે. જેમાં સેનાએ અવંતીપોરામાં અલ બદેરના ચાર આતંકીઓની ધરપકડ કરી છે, જયારે બારામૂલામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે.

જમ્મૂ-કાશ્મીરમાં ગુરૂવારના રોજ સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. અવંતીપોરા જિલ્લામાં એક સર્ચ ઓપરેશન દરમિયાન અલ-બદેરના ચાર આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની ધરપકડ પછી આ વિસ્તારને હાલના સમય માટે સીલ કરી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

હથિયાર અને ગોળા બારૂદ જપ્ત કર્યાં છે. એક મળતી જાણકારી મુજબ એક ખ્ધ્૫૬ રાઇફલ, એક ખ્ધ્૫૬ મેગઝીન, એક હેન્ડ ગ્રેનેડ અને ૨૮ રાઉન્ડ એમ્યુનિશન મળી આવ્યાં છે.જયારે બીજી તરફ જમ્મૂ-કાશ્મીરના બારામુલા જિલ્લામાં વાનીગમ પાયીન કરીરી વિસ્તારમાં ગુરુવારના સવારે આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ જોવા મળી છે. આ વિસ્તારમાં કેટલાંક આતંકીઓ છુપાયા હોવાની સૂચના મળી છે. જમ્મૂ-કાશ્મીર પોલીસે આ અંગેની જાણકારી આપી છે.

દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં ગ્રેનેડ ફેંકવાની ઘટનામાં સામેલ છ આતંકીઓના સહયોગઓની ધરપકડ કરી પોલીસે આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદમાં મોડયૂલનો પર્દાફાસ કર્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર આ બધા આરોપી ત્રાલ ક્ષેત્ર અને સંગરિયા વિસ્તારમાં ગ્રેનેડ હુમલો અને લૂટફાંટની ઘટાનામાં સામેલ હતા. પકડાયેલ બધા આતંકી મદદગાર અને પાકિસ્તાનના આકાઓના સંપર્કમાં હતા અને હાલના દિવસોમાં સુરક્ષા દળોને ગ્રેનેડના હુમલાથી નિશાન બનાવ્યાં હતા. ધરપકડ કરાયેલાની ઓળખ એઝાઝ અહમદ ભટ, મોહમ્મદ અમીન ખાન, એસ હંડોરા, સમીર અહમદ લોન, રફીક અહમદ ખાન તરીકે કરવામાં આવી.

(12:51 pm IST)