Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

યુપીમાં લવજેહાદ વિરોધી કાયદા પછી પ્રેમ વિરૂધ્ધ જેહાદ?

નવી દિલ્હી, તા.૨૪: યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે 'લવ જેહાદ'ને ખતમ કરવાના પોતાના વચન અનુસાર રાજયમાં નવો કાયદો લાગુ કરી દીધો છે. તેનાથી પ્રેમ વિરૂધ્ધ જેહાદની ચર્ચાઓએ જોર પકડયું છે. આ કાયદા વિરૂધ્ધ સામાજીક કાર્યકરો અને વિરોધપક્ષે આંતર ધાર્મિક એકતા પર જોખમ ઉભુ થવાનું કરી રહ્યા છે. કેટલાંક વિપક્ષો આ કાયદાને ગેરબંધારણીય ગણાવી રહ્યા છે. તેનાથી વિપરીત ભાજપા નેતાઓ કરી રહ્યા છે કે ગેરકાયદે ધર્માતરણને રોકવા માટે સખત કાયદો હોવો જરૂરી છે.

વય જૂથના આધારે કરાયેલ એક અભ્યાસથી જાણવા મળે છે કે હાલના વર્ષોમાં આંતર જાતીય લગ્નોમાં મામૂલી વધારો થયો છે પણ આંતર ધાર્મિક લગ્નોની હિસ્સેદારીમાં લગભગ નહીંવત ફેરફાર થયો છે એ પણ જાણવા મળ્યું કે આંતર ધાર્મિક લગ્નો આર્થિક રીતે સંપન્ન લોકોમાં થોડા વધ્યા છે. પણ લવ જેહાદ બાબતે ચર્ચાઓ ચાલુ જ છે. વામપંથી લોકો મુસ્લિમ પુરૂષો અને હિંદુ મહિલાઓ વચ્ચેના સંબંધને લવ જેહાદ કરે છે. યુપી વિધી વિરૂધ્ધ ધર્મ પરિવર્તન પ્રતિષેધ અધ્યાદેશ- ૨૦૨૦ને કેન્દ્ર સરકાર અને અદાલતે હજુ કાયદેસર રીતે ભલે માન્યતા ન આપી હોય પણ હરિયાણા અને મધ્યપ્રદેશ જેવા ભાજપા શાસિત રાજયોમાં પણ આવો કાયદો લાગુ કરવાની કવાયત શરૂ થઇ ગઇ છે. આ કાયદા વિરૂધ્ધ ઘણી અરજીઓ અલ્હાબાદ હાઇકોર્ટ અને સુપ્રિમમાં વિચારાધીન છે.

યુપીના નવા કાયદા અનુસાર, જો એ સાબિત થાય કે ધર્મપરિવર્તનના ઇરાદાથી લગ્ન કરવામાં આવ્યા છે તો દોષીતને ૧૦ વર્ષ સુધીની જેલ થઇ શકે છે. આ કાયદા હેઠળ જબરદસ્તી, લાલચ આપીને અથવા છેતરપીંડીથી ધર્મપરિવર્તન કરાવવાને પણ બીનજામીનપાત્ર ગુનો ગણવામાં આવ્યો છે.

(12:51 pm IST)