Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

હવે તમે જયારે ભોજન કરો, ખેડૂતોને યાદ કરો, જેમને તે અન્નને પેદા કર્યું,કૃતજ્ઞ બનો,: તસવીરો ટવીટ કરીને કોંગ્રેસે કર્યો કટાક્ષ

ભોજન કરતા પીએમ મોદી, ગૃહ મંત્રી શાહ, સીએમ યોગી અને દેવેન્દ્ર ફડણવીસની તસવીર ટ્વિટ કરી

મુંબઈ : કોંગ્રેસ પાર્ટીએ કેન્દ્ર સરકાર અને બીજેપી નેતાઓની ભોજન કરતી એક તસવીર શેર કરીને ટોણો માર્યો છે. પાર્ટીએ પોતાના મુંબઈ કોંગ્રેસના ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કર્યું, ‘હવે જ્યારે તમે ભોજન કરો, ખેડૂતોને યાદ કરો, જેમને તે અન્નને પેદા કર્યું છે. કૃતજ્ઞ બનો’ પાર્ટીએ તે ટ્વિટ સાથે પીએમ મોદી, ગૃહ મંત્રી શાહ, સીએમ યોગી અને દેવેન્દ્ર ફડણવીસની ભોજન કરતી તસવીર ટ્વિટ કરી હતી.

 કૃષિ કાયદાઓને લઈને કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે કોઈ સામાન્ય સહમતિ બનતી નજરે આવી રહી નથી. જોકે, આ મુદ્દા પર સુપ્રીમ કોર્ટે સહમતિ બનાવીને સમાધાન કરવાની વાત કહી છે, પરંતુ બંને પોતાની વાતોથી પીછેહઠ્ઠ કરવા માટે તૈયાર નથી.

કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે, જ્યાં એક નવા કૃષિ કાનૂનથી ખેડૂતોની આવક બેગણી થશે અને તેઓ પોતાના ઉપજને દેશભરમાં ક્યાંય પણ વેચી શકશે. તે ઉપરાંત નવા કાયદાથી ખેડૂતોને પોતાના પાકની સારી એવી કિંમત પણ મળશે. જ્યારે ખેડૂતોનું કહેવું છે કે, સરકાર નવા કાયદાથી થોડી એવી બચેલી એમએસપી પણ ખેડૂતોના ભાગે આવવા દેવા માંગતી નથી. ખેડૂતોને ડર છે કે, કાયદાથી અનાજ માર્કેટને ઉંડો નુકશાન થશે. કોર્પોરેટ્સની ખેતીને ચોપટ કરી દેશે.

(1:33 pm IST)