Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

અમેરિકામાં ૧૦ લાખથી વધુ લોકોને અપાઇ કોરોના રસી

રસીકરણ અભિયાન પૂરજોશમાં : ૨૦૨૧ના પ્રથમ તિમાહી સુધીમાં ૧૦ કરોડને રસી આપવાનું લક્ષ્ય

વોશિંગ્ટન તા. ૨૪ : કોરોના વાયરસ સાથે લડી રહેલી વિશ્વ માટે એક સારા સમાચાર છે. અમેરિકામાં અત્યારસુધીમાં ૧૦ લાખ થી વધુ લોકોને કોરોના વાયરસની રસી આપવામાં આવી છે. સીડીસીના ડાયરેકટર રોબર્ટ રેડફિલ્દે તેની જાણકારી આપી દીધી છે. અને જણાવ્યું કે આ ૧૦ લાખથી વધુ લોકોને કોરોના વાયરસ વેકસીનની બેમાંથી પ્રથમ ખુરાક આપવામાં આવી છે.

રેડફિલ્ડે કહ્યું અમેરિકાએ આજે એક મહત્વપૂર્ણ મુકામ પ્રાપ્ત કર્યું છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, ૧૦ લાખથી વધુ લોકોને કોરોના વેકિસનની પ્રથમ ખુરાક આપવામાં આવી છે. આ રસીકરણ અભિયાન ૧૦ દિવસ પહેલા શરૂ કરવામાં આવ્યું છે.મીડિયા સાથે વાતચીત દરમ્યાન સરકારના ઓપરેશન વોર્પ સ્પીડના ચીફ એડવાઈઝર મોનસેફે જણાવ્યું આ મહિના સુધી ૨ કરોડ લોકોને રસી આપવાનું લક્ષ્ય અમે કદાચ પૂરૂ કરી શકીએ નહીં પર્નાતું અમેરિકા આવતા વર્ષે એટલે કે ૨૦૨૧ના પ્રથમ તિમાહી સુધી ૧૦ કરોડ લોકોને રસી આપવાનું લક્ષ્ય પાર આગળ વધી રહી છે.

અમેરિકામાં ગયા સપ્તાહે ફાઇઝર અને બાયોટેકની બનાવેલી વેકસિનને માન્યતા મળી અને ત્યારબાદ વેકસીનની ૩૦ લાખ ખુરાક ડિલિવર કરવામાં આવી હતી. આ સપ્તાહે મોર્ડનાની વેકસીનના ૬૦ લાખ ખુરાક અને ફૈઝરની વેકિસનના ૨૦ લાખ ખુરાકોને ડિલિવર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અમેરિકા કોરોના વાયરસ સાથે જોડાયેલા સૌથી વધુ પ્રભાવિત દેશોમાંથી એક છે. ત્યાં અત્યારસુધીમાં ૩ લાખ ૨૦ હજાર લોકોના મોત થઈ છે.

(2:32 pm IST)