Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

શેરબજારમાં નાતાલ પૂર્વે રોનક : મિસ્ટર બેકટર્સનું શાનદાર લીસ્ટીંગ રોકાણકારો થયા માલામાલ

મિસ્ટર બેકટર્સના શેરનું ૭૪ ટકા પ્રીમીયમે લીસ્ટીંગ : BSE-NSE પર ૫૦૧-૫૦૦ના ભાવે લીસ્ટીંગ : ૧૦ ટકાની લાગી અપર સર્કિટ : ૨૮૮ના ભાવનો શેર હાઇમાં ૬૦૧ પર પહોંચ્યો : મિ. બેકટર્સ હાઇ ૬૦૧ : છેલ્લો ભાવ ૫૮૬

મુંબઇ તા. ૨૪ : મુંબઇ શેરબજારમાં આજે નાતાલ પૂર્વે રોનક જોવા મળી છે. બપોરે આ લખાય છે ત્યારે સેન્સેકસ ૪૫૭ પોઇન્ટ વધીને ૪૬૮૯૮ અને નીફટી ૧૩૨ પોઇન્ટ વધીને ૧૩૭૩૩ દર્શાવે છે.

દરમિયાન આજે મિસ્ટર બેકટર્સ ફૂડનું ધમાકેદાર લીસ્ટીંગ થયું છે. BSE પર આ શેર ૭૪ ટકા પ્રીમીયમ પર ૫૦૧ના ભાવે લીસ્ટ થયો હતો. લીસ્ટીંગ બાદ શેરમાં અપર સર્કિટ લાગી હતી. પ્રાઇસ બેન્ડ રૂ. ૨૮૮ હતી અને પ્રારંભે જ તે ૬૦૧ની હાઇ સપાટીએ પહોંચી ગયો હતો.

લિસ્ટીંગ બાદ આ શેરમાં ઝડપથી ઉછાળો જોવા મળતા ૧૦ ટકાની અપર સર્કિટ સાથે તે ૬૦૧ પર પહોંચી ગયો હતો. જેમણે ૧ લાખ રોકયા હતા તેમના પૈસા લીસ્ટીંગ પર જ વધીને ૨ લાખથી વધુ થઇ ગયા હતા. ૧૫થી ૧૭ ડિસે. વચ્ચે આ ઇસ્યુ ખુલ્યો હતો.

દરમિયાન એકસીસ બેંક ૬૧૨, ONGC ૯૩, એરટેલ ૫૧૭, ICICI ૫૧૩, ચેન્નાઇ પેટ્રો ૧૦૪, ટેક મહિન્દ્ર ૯૪૩, HCL ૯૧૫, ઇન્ફોસીસ ૧૨૩૪, ડીશ ટીવી ૧૪.૯૭ ઉપર ટ્રેડ કરે છે.

(3:18 pm IST)