Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

નવા બજેટના ફળની આશામાં ઉદ્યોગકારો

નાણામંત્રી નિર્મલા સીતારામને નવા બજેટ અંગેની ચર્ચા કરવા દિલ્હીમાં બેઠક બોલાવી હતી જેને પગલે ગુજરાતના કાપડ અને હીરા ઉદ્યોગ સારા નિર્ણયની રાહમાં

રાજકોટઃ સુરત કાપડ અને હીરા ઉદ્યોગમાટે વિશ્વભરમાં જાણીતું છે. ડાયમંડ ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ કોરોનાની મારથી ફરી બેઠા થઇ રહ્યા છે ત્યારે આ વખતના બજેટમાં આ બંને ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો નવું આશા લઈને રાહ જોઈ રહ્યા છે. ગયા બજેટમાં ઉદ્યોગ અને વાણિજયને પ્રોત્સાહન અને વિકાસ માટે રૂ. ૨૭,૩૦૦ કરોડનું ભંડોળ વર્ષ ૨૦૨૦-૨૧ માટે ફાળવવામાં આવ્યું હતું.

આ વર્ષ શરૂ થયું ત્યારથી બધા નાના મોટા વ્યવસાય ઉપર ખૂબ ખરાબ અસર થઈ છે. એમ જોઈએ તો વર્ષની શરૂઆતથી જ સરકારની કસોટી શરૂ થઈ ગઈ હતી ૨૦૨૦નું બજેટ રજુ થયું  ત્યારે પણ એવું કહેવામાં આવ્યું હતું કે સરકાર માટે નોટબંધી જેવા નિર્ણયો આગળ વધુ મુશ્કેલી ઉભી કરી શકે તેમ છે જો કે નોટબંધી થયાને લાંબો સમય પસાર થઈ ચૂકયો છે તેમછતાં લોકોના મનમાં ૮ નવેમ્બર ૨૦૧૬ની છાપ હજુ અમીટ છે. ઉલ્લેખનીય છે કે નાણાંમંત્રી નિર્મણા સીતારમણે નવી દિલ્હીમાં કેન્દ્રિય અંદાજપત્ર ૨૦૨૧-૨૨ અંતર્ગત કૃષિ અને કૃષિ પ્રક્રિયા અંગેની બાબતોને લઈ ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓ સાથે બજેટ પૂર્વ એક બેઠક યોજી હતી. આ બેઠકમાં નાણા સચિવ ડો. એ. બી. પાંડે આર્થિક બાબતોના સચિવ તરુણ બજાજ અને મુખ્ય આર્થિક સલાહકાર કે.વી. સુબ્રમણ્યન ઉપસ્થિત રહ્યા હતા.  (૪૦.૧૦)

 હીરા ઉદ્યોગકારોની માંગ

.  આયાતી હીરાની ડ્યુટી ૭.૫ થી ઘટાડીને ૨.૫ કરવામાં આવે

.  ઇકોમર્સ વ્યાપરને પ્રોત્સાહન આપવા માટે હીરાના નિયમોનું સ્પષ્ટીકરણ થાય.

.  કાપડ ઉદ્યોગકારોની માંગ

.  કાપડ ઉદ્યોગમાં કાચા માલ માટેની એન્ટી ડોપિંગ ડ્યુટી લકગકવતા પહેલા એક ટેકિનકલ સેલનું નિર્માણ કરવામાં આવે.

.  વધુ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા નવા મશીનરી અને જટિલ યોજના માટે સબસીડીને ૪૦ ટકા સુધી કરવામાં આવે

.  ઉદ્યોગો માટે ઉર્જાના નિયમો વધુ સરળ કરવામાં આવે.

.  વૈશ્વિક બજારમાં બીજા દેશોની સામે હરીફાઈ ને ટક્કર આપવા માટે એક રિસર્ચ ટિમ તૈયાર થાય તો આ મુદ્દે વૈશ્વિક બજારમાં વધુ સારી ઓળખ સ્થાપી શકાય.

.  સુરતમાં એક મેગા ટેકસટાઇલ ઝોન ઉભો કરવામાં આવે.

(3:23 pm IST)