Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

ખેડૂતો માટે રાજેશ પાયલોટે છોડી હતી સંજય ગાંધીની ફલાઇટ

કિસાન આંદોલન વચ્ચે ફરી ચર્ચામાં 'પાયલોટ'

જયપુર : એક બાજુ ખેડૂતો જયારે કૃષિ કાનૂનોના વિરોધમાં રસ્તાઓ પર બેઠા છે ત્યારે બીજી બાજુ ખેડૂતોના આ આંદોલન પર રાજકારણ ખેલાઇ રહ્યું છે. કેન્દ્ર સરકારના આ બીલો પર કોંગ્રેસ તેને ઘેરવામાં લાગેલી છે. ત્યારે મુખ્યપ્રધાન ગેહલોત પછી હવે પ્રદેશ કોંગ્રેસના વધુ એક મોટા ચહેરાએ ખેડૂતોના સમર્થનમાં પોતાનો અવાજ કર્યો છે. સચિન પાયલોટે પણ હવે ખેડૂતોના સમર્થનમાં એક ટવીટ કર્યુ છે. જેના કારણે હવે બહુ ચર્ચાઓ શરૂ થઇ છે. તો આ ટવીટે ઘણા ખેડૂતોને રાજેશ પાયલોટની યાદ પણ અપાવી છે. સચિન પાયલોટના પિતા અને ભુતપુર્વ કોંગ્રેસ નેતા  રાજેશ પાયલોટ ખેડૂતોના મોટા પક્ષકારના રૂપમાં પ્રખ્યાત હતાં. ભારતીય રાજકારણમાં તેમની તસ્વીર ખેડૂત નેતા તરીકેની રહી છે.

  • ખેડૂતો સાથેની મીટીંગના કારણે બચી ગયા રાજેશ પાયલોટ

રાજેશ પાયલોટનો ખડૂતો સાથેના અતૂટનાતાની એક ઘટનાએ લોકો આજે પણ યાદ કરે છે. કેમ કે તે ઘટનાના કારણે જ તે વખતે રાજેશ પાયલોટનો જીવ બચી ગયો હતો. ર૩ જુન ૧૯૮૦ ના દિવસે સંજય ગાંધીનું પ્લેન ક્રેશ થયું તે ફલાઇટમાં સંજય ગાંધીએ રાજેશ પાયલોટને આવવાનું કહયું હતું. પણ તે દિવસે મેરઠના ખેડૂતો સાથે મીટીંગ હોવાના કારણે રાજેશ પાયલોટ સમયસર એરપોર્ટ નહોતા પહોંચી શકયા. મીટીંગ પુરી થયા પછી એરપોર્ટ પહોંચવાનો પ્રયત્ન કરેતે પહેલા જ તેમને સંજય ગાંધીનું પ્લેન ક્રેશ થયાના સમાચાર મળ્યા હતાં.

(3:25 pm IST)