Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

લઘુતમ શૈક્ષણિક લાયકાત ફરજીયાત કરવા અંગે પણ વિચારી રહી છે યોગી સરકાર

યુપીમાં અંગુઠા છાપ લોકો ચુંટણી ન લડી શકે તે બાબત વિચારણા

લખનૌઃ યુપી ગ્રામ પંચાયતની ૨૦૨૦ની ચુંટણી હવે બહુ દુર નથી. યુપીના બધા પ્રધાનોના હાથોમાંથી ગ્રામ પંચાયતના અધિકારો ખતમ થવા આડે બે દિવસ બાકી છે. યુપી સરકારની ઇચ્છા છે કે ગ્રામપંચાયતોની ચૂંટણી ૩૧ માર્ચ ૨૦૨૧ પહેલા પુરી થઇ જાય. એટલા માટે યોગી સરકાર પોતાના માર્ગના કાંટાઓ દુર કરી રહી છે.

આ વખતે યોગી સરકાર ભણેલા સરપંચોની ગામડાઓના વિકાસની કમાન સોંપવા માંગે છે એટલે સરપંચની ચુંટણી લડનારા ઉમેદવારો માટે લઘુતમ શૈક્ષણિક લાયકાત ફરજીયાત બનાવવા વિચારી રહી છે.

હવે અંગુેઠા છાપ વ્યકિત સરપંચ, બ્લોક પ્રમુખ અથવા જીલ્લા પંચાયતના પ્રમુખ નહીં બની શકે. હરિયાણા, રાજસ્થાન, ઓરિસ્સા જેવા રાજયોમાં સરપંચ, તાલુકા અને જીલ્લા પંચાયતના સભ્યો માટે અલગ અલગ પદો માટે ધોરણ આઠથી માંડીને ઇન્ટર મીડીયેટ પરીક્ષા પાસ હોવાનું ફરજીયાત છે. યુપી સરકાર તેનો અભ્યાસ કરી રહી છે અને કેબીનેટમાં તેને તાત્કાલીક મંજૂર કરવાની યોજના બનાવી રહી છ. આ ઉપરાંત બેથી વધુ બાળકો ધરાવતી વ્યકિતને સરપંચની ચુંટણી લડતા રોકવા અંગે પણ વિચારણા ચાલી રહી છે. સુત્રો અનુસાર, આવો નિર્ણય લેવાય તેવી શકયતા છે.

(3:27 pm IST)