Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

કોરોનામાં લોકોને મદદ કરવામાં સાંસદ ફિરોઝીયા પ્રથમઃ રાહુલ ત્રીજા ક્રમે

સીટીઝન એંગેજમેન્ટ પ્લેટફોર્મ દ્વારા કોરોના કાળના ૬ મહિનાનું સાંસદોનું આંકલન

નવી દિલ્હી, તા.૨૪: કોરોના મહામારી દરમિયાન લોકોની સૌથી વધુ મદદ કરાવાના સાંસદ કોરોના વોરીયર લીસ્ટ રૂપે બહાર આવ્યા છે. જેમાં પહેલા નંબરે ઉજજૈનના ભાજપના સાંસદ અનિલ ફીરોઝીયા, બીજા નંબરે નેલ્લોરથી વાઇએસઆરસીપી સાંસદ પ્રભાકર રેડ્ડી અને ત્રીજા નંબરે રાહુલ ગાંધી છે.

૧ ઓકટોબરથી શરૂ કરાયેલ સર્વેમાં નોમીનેશનના આધારે ૨૫ સાંસદોને શોર્ટલીસ્ટ કરાયેલ. સર્વેમાં લોકડાઉન દરમિયાન ૬ મહિનાના કામને સામેલ કરાયેલ. સાંસદોના ફીલ્ડમાં પ્રતિક્રિયાને આધારે બનાવાયેલ. ઉજ્જૈનથી સર્વે કોરોનાના ૩૦ ટકા મૃત્યુદર ઘટીને ૧ ટકો લાવવામાં સહયોગ દર્દીઓને સારી મેડીકલ સુવીધા મળી શકે.

રાહુલ ગાંધીને સ્વાસ્થ્યના બુનીયાદી ઢાંચા, ઉપકરણ, માસ્ક, સેનેટાઇઝર આપવા અને વિદેશ અને દેશમાં પરત ફસાયેલ લોકોને પરત લાવવા મદદના આધારે સ્થાન મળ્યું છે. ઉપરાંત સારૂ કામ કરનારની યાદીમાં અખીલેશ યાદવ, રવિશંકર પ્રસાદ, મલુકનાગર, શશિ થરૂર અને ઓમ બીરલા પણ સામેલ છે.

(3:27 pm IST)