Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

ટીબીના બેકટેરીયા પર વાર કરશે પાંચ વાયરસોનું કોકટેલ

ટીબીની બિમારી પર અચૂક હથિયાર હોવાનો વૈજ્ઞાનિકોનો દાવો

બેંગ્લોરઃ ભારતીય વિજ્ઞાન સંસ્થાન (આઇઆઇએસસી)ના વૈજ્ઞાનિકોએ જીવલેણ રોગ ટીબી ઉત્પન્ન કરતા બેકટેરીયા 'માઇક્રોબેકટેરીયમ ટયુબરકલોસીસ'ને ખતમ કરવા માટે વાયરસને હથિયાર તરીકે અજમાવ્યા હતા.

બાયોસીસ્ટમ સાયન્સ એન્ડ એન્જીનીયરીંગ વિભાગના પ્રોફેસર રચિત અગ્રવાલે જણાવ્યું કે બેકટેરીયા પર હુમલો કરનાર વાયરસને બેકટેરીયો ફેઝ (બેકટેરીયાલક્ષી) કહેવામાં આવે છે. પણ આ બેકટેરીએફેઝ ખાસ પ્રકારના હોય છે અને કોઇ એક જ પ્રકારના બેકટેરીયા પર હુમલો કરીને તેને ખતમ કરે છે. જયારે આ બેકટેરીયા એન્ટીબાયોટીક સામે પ્રતિરોધી બની જાય છે તો આવા બેકટેરીયાનો તેમની ટીમે પોતાના પ્રયોગ દરમ્યાન ટીબીના બેકટેરીયા પર પ્રયોગ કર્યો હતો.

પ્રોફેસર અગ્રવાલે જણાવ્યું કે ટીબીના બેકટેરીયા ઘણીવાર સુષુપ્તાવસ્થામાં અનુ કૂળ પરિસ્થિતિની રાહ જોતા રહે છે. બેકટેરીયોફેઝ આ બધી પરિસ્થિતીમાં માઇક્રો બેકટેરીયમ ટયુબરકલોસીસને ખતમ કરવા માટે સક્ષમ છે. ઉલ્લેખનિય છે કે ટીબી દુનિયાના ટોચના દસ રોગોમાંનો એક છે જેનાથી સૌથી વધારે મોત થાય છે. દર વર્ષે દુનિયામાં લગભગ એક કરોડ તેનો શિકાર બને છે. જેમાંથી ૧૪ લાખ લોકોના મોત થાય છે. ભારત તેનો સૌથી મોટો શિકાર બને છે.

(3:27 pm IST)