Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

નવા વર્ષમાં નોકરીની તકો વધશેઃ પગારમાં પણ વધારો

ગ્લોબમ ફર્મોના વિશ્વભરની કંપનીઓના સર્વેમાં થયો ખુલાશો : ૮૭ ટકા કંપનીઓ પગાર વધારાની યોજના કરી રહી છેઃ પ્રોફેશ્નલ નોકરી માટે કૌશલ્ય વધારવું જરૂરી

નવી દિલ્હી તા. ર૪: કોરોના મહામારીથી અસ્ત વ્યસ્ત અર્થવ્યવસ્થા આવતા વર્ષમાં સારી થઇ શકે છે. આની અસર નોકરીઓ ઉપર પણ પડશે. સંભાવના છે કે ઇ-કોમર્સ, ઉર્જા, વિતીય સંસ્થાઓ અને ફાર્મામાં વેપાર કરતી કંપનીઓ પોતાના કર્મચારીઓને ૭.૩ ટકાના દરે વેતન વધારો કરશે. નવી નોકરીઓની તક પણ ઉભી થશે.

વૈશ્વીક પ્રોફેશ્નલ સેવા ફર્મ એઓનના રીપોર્ટ મુજબ ૮૭ ટકા કંપનીઓ પગાર વધારવાની યોજના બનાવી રહી છે. જયારે ૭૧ ટકા આવું નહીં કરે. લીંકઇન દ્વારા જાહેર સર્વેમાં કહેવાયું છે કે દેશમાં પાંચમાંથી બે એટલે ૪૦ ટકા પ્રોફેશ્નલ નવા વર્ષમાં નોકરી વધવાની આશા છે. જયારે પ૩ ટકાનું માનવું છે કે આવતા ૬ મહિનામાં કંપનીનું પ્રદર્શન સુધારશે.

ટેકનોલોજી, ઇ-કોમર્સ અને ઓનલાઇન રીટેલ, કૃષી, હેલ્થકેર, એફએમસીજી, કઝંયુમર સપ્લાયસીઝ અને મનોરંજન, ફેશન ઇન્ડસ્ટ્રીમાં નોકરીની તકો રહેશે. જયારે નોકરી માટે ઉમેદવારે ટેકનોલોજીમાં કેટલો પારંગત છે તેથી નોકરી મળશે. ભારતમાં લગભગ ૪૦ લાખ આઇટી પ્રોફેશ્નલ છે. જેમાંથી ફકત ૧ થી ર ટકાએ જરૂરી એડવાન્સ કોર્ષ કર્યા છે.

આઇએફટીએફ નામની થીંક ટેન્ક અને હાર્ડવેર કંપની ડેલે રિપોર્ટમાં જણાવેલ કે સમસ્યાના સમાધાનની ક્ષમતા, લીંકથી અલગ વિચાર અને કોલોબ્રેશન જેવા કૌશલ ઉપર ફોકસ કરાશે. જેમાં કંપની તરફથી અપાતા પ્રશીક્ષણ મોટો ભાગ ભજવશે. પ્રશિક્ષીત પ્રોફેશ્નલ ફકત ચોપડીના જ્ઞાન સુધી સીમિત ન રહેવું જોઇએ.

(3:49 pm IST)