Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

ભુલ આપણાથી થાય બુધ્ધ પુરૂષોથી ન થાય : પૂ. મોરારીબાપુ

શુક્રતાલ તિર્થ-ઉત્તરપ્રદેશમાં આયોજીત ''માનસ માલ્યવંત'' ઓનલાઇન શ્રી રામ કથાનો છઠ્ઠો દિવસ

રાજકોટ, તા. ર૪ : ''ભુલ આપણાથી થાય, બુધ્ધ પુરૂષોથી ન થાય'' તેમ પૂ. મોરારીબાપુએ ઉતરપ્રદેશના શુક્રતાલ તિર્થ ખાતે આયોજીત ઓનલાઇન શ્રીરામ કથાના છઠ્ઠા દિવસે જણાવ્યું હતું.

પૂ.મોરારીબાપુએ શ્રી રામકથાનાં પાંચમાં દિવસ કહ્યું હતું કે  રામાયણનો માલ્યવત માતામહ  છે, કૌરવ સભાના ભિષ્મ પિતામહ છે.  દાદાજીએ મને જણાવેલું કે ૧૪ પ્રકારના  શ્રોતા હોય છે. આજે જણાય છે કે બહુ    ઉચી જગ્યાએથી આ કથાનું આમંત્રણ  મળ્યું છે એટલે યજમાન ખુદ (શુકદેવજી)  આસપાસ જ છે એ પાકો વિશ્વાસ છે.  દુનિયામાં અવધૂત દ્યણા છે પણ સર્વાચ્ચ  અવધૂત બે છે. એક ગિરનારના ગુરુદત  અને બીજા શુકતાલના શુકદેવજી,  અવધૂતિની પરાકાષ્ઠા હોવા છતા  ગુરુદત્ત્। ૨૪ ગુરૂઓ પાસેથી શિક્ષા  પ્રાપ્ત કરે છે. એ આપણા જેવા લાકોને  સમજાવવા કે ગમે તેટલી ઉચાઈ પ્રાપ્ત  કર્યા પછી પણ ગુરૂપાસે ગતિ કરવી,  શુકદેવજી વિદેઠરાજ જનક પાસે શિક્ષા  લેવા મિથિલા જાય છે, દત્ત્। વધારે બહાર  અવધૂતિ, શુકદેવજી ભીતરી અવધૂતિ ,  સાંઇ મકરંદે શુકદેવનો ધર્મ દીપક નામની  પુસ્તિકા પણ લખી છે.    શ્રોતા કેવા હોય ? વિનયી-કથા  માટે આંખોમાં કરગરતો ભાવ હોય,  સંયમી, ધરમી, મરમી, દયનીય હોય-  માત્ર કથા શ્રવણ માટે સાવ છેલ્લે જઇને  બેસી જાય, કરમી હોય, વિનમ્રી હોય,  કેટલાક શ્રોતા ભ્રમિત ભરમી હોય-ભ્રમ  ઉત્પન્ન કરનાર, કોઈ શરમી-સંકોચમાં  રહેતા- હોય.

પૂ. મોરારીબાપુએ વધુમાં કહ્યું કે અનુષ્ઠાન માટે થોડા નિયમો બનાવાયા પણ છે. જેમકે સાંભળનાર-યજમાન ઉપવાસ કરે, એક આસન પર જ સાંભળે, સાંભળતી વખતે અન્ય કોઇ પ્રવૃતિ ન કરે. એટલા દિવસ ભૂમિશનયન કરે, કષ્ટમંત્રનો નિરંતર જય કરે, જે ગ્રંથની કથા હોય એ ગ્રંથનો શકય એટલા સ્વાધ્યાય કરે. સ્નાન, સંધ્યા વગેરે નિયમો છે. પણ એ કાળસમયના નિયમો હશે આ કળિયુગ છે છતાં પણ મારા દાદાએ આપેલો પ્રસાદ હું વહેંચી રહ્યો છું.

(3:49 pm IST)