Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

આ લોકશાહી છે અને સરકારનું કામ દેશની જનતાનો અવાજ સંભળવાનો છે જે જવાનોની આપણે વાત કરી રહ્યા છીએ તે ખેડુતોના પુત્ર છે શુ તેમનો અવાજ ન સાંભળવો જોઇએ ? પ્રિયંકા ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રેલીને રોક્યા પછી પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પત્રકારો સાથે વાત કરી.

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, સરકાર ખેડૂતોની અવાજ સાંભળી રહી નથી. લાખો ખેડૂતો બોર્ડર પર બેસ્યા છે તેમની અવાજ કોણ સાંભળી રહ્યું છે, તેઓ કહી રહ્યાં છે કે, અમને દુ:ખ પહોંચી રહ્યું છે, સરકાર કેમ તે કાયદાઓને પરત લઈ રહ્યાં નથી.

પ્રિયંકા ગાંધીએ કહ્યું, “આ લોકશાહી છે અને સરકારનું કામ દેશની અવાજ સાંભળવાનું છે, જે જવાનોની આપણે વાત કરી રહ્યાં છીએ તેઓ ખેડૂતોના પુત્ર છે, શું તેમની અવાજ સાંભળવી જોઈએ નહીં?”

કોંગ્રેસ દ્વારા ખેડૂતોને કથિત રીતે ભડકાવવાના પ્રશ્ન પર તેમને કહ્યું કે, ખેડૂત ખુબ જ સમજદાર છે. તેઓ જાણે છે કે, તેમના માટે શું સારૂ છે અને શું ખોટું છે, તેમને કોઈ ગેરમાર્ગે દોરી શકે નહીં. તેઓ પોતે જાણે છે કે, તેઓ ક્યાં સઘર્ષ સાથે પ્રસાર થઈ રહ્યાં છે.

રાષ્ટ્રપતિ ભવન સુધી માર્ચ નિકાળી રહેલા કોંગ્રેસ નેતાઓને પાર્ટી ઓફિસ પાસે જ રોકી દેવામાં આવ્યા હતા. તો પ્રિયંકા ગાંધીની અટકાયત કરવામાં આવી હતી. તે પછી રાહુલ ગાંદીના નેતૃત્વમાં ત્રણ નેતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવા માટે પહોંચ્યા હતા.

(5:53 pm IST)