Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

રાગ, સુર અને તાલના ત્રિવેણી સંગમ સમાન વિખ્યાત ગાયિકા સુ. શ્રી હિમાલી વ્યાસ નાયકની ખ્રિસ્તી સમુદાયની લેટિન ભાષાની એક પ્રાચીન પ્રાર્થના 'અવે મારિયા'નું આજે ક્રિસમસના દિવસે થયું યુટ્યુબ પર લોંચિંગ : ઓપેરા સ્ટાઈલમાં ભવ્યાતિભવ્ય 'અકાપેલા' ની રચના સાથે રજૂ થયો ધમાકેદાર વિડીયો

એક જ ગીતની કડીઓ જુદા જુદા પાંચ રાગ અને ઢાળમાં સાંભળવા મળશે : 'અવે મારિયા'નું લોન્ચિંગ https://youtu.be/dtEG2ezp1_k યુટ્યુબ પર આજે થયું

મુંબઈ : જેને ગળથુથીમાં જ સંગીત વારસામાં મળ્યું છે તેવી વિખ્યાત ગાયિકા સુશ્રી હિમાલી વ્યાસ નાયકે આ વર્ષે ક્રિસમસની નવી ભેટ રૂપે લેટિન ભાષામાં ગવાતી પ્રાચીન પ્રાર્થના 'અવે મારિયા', 'અકેપેલા' ની રચના સાથે ભવ્યાતિભવ્ય ઓપેરા સ્ટાઇલમાં રજુ કરી છે, જેનું આજે 25 ડિસેમ્બરના રોજ ક્રિસમસ પર્વ નિમિત્તે તેમની યુટ્યુબ લિન્ક https://youtu.be/dtEG2ezp1_k પર લોન્ચિંગ થયું.

નાનપણથી જ ભારતીય શાસ્ત્રીય સંગીત, ગઝલ, ગુજરાતી ગીતો તેમજ વેસ્ટર્ન ક્લાસિકલ જેમને વારસામાં મળ્યા છે તેવા સુશ્રી હિમાલીએ આ વર્ષે ભારે જહેમત લઇ 'અકેપેલા' ની રચના સાથે જાજરમાન ઓપેરા સ્ટાઇલમાં ક્રીસમસ નિમિતે 'અવે મારિયા' પ્રાર્થના તૈયાર કરી છે, જે 1825 ની સાલ ગવાય છે.

સુ. શ્રી હિમાલી વ્યાસના લગ્ન શ્રી ચિંતન નાયક સાથે થતા આમદવાદથી તેઓ મુંબઈમાં આવી સ્થાયી થયા હતા. પતિ શ્રી ચિંતન નાયક પણ ક્લિનિકલ સાઈકોલોજીસ્ટ છે, જેઓ પણ સંગીતપ્રિય પરિવારમાંથી આવે છે.

સંગીત વાદ્યોના સથવારા વગર ગવાતું આ લોકપ્રિય ગીત, સંગીતના વાદ્યો સાથે બેસાડવું જહેમત માંગી લે છે. જે માટે સુશ્રી વ્યાસને તેમની સંગીતકારોની ટીમનો સાથ મળ્યો હતો. જેના સથવારે તેમણે સાતથી આઠ કલાકના લાંબા સેશન બાદ ઓગસ્ટ સપ્ટેમ્બર માસમાં ગોરેગાંવ સ્ટુડીઓમાં ગીત સ્વરબદ્ધ કર્યું હતું. આ ગીત માટે તેમને પાર્થ ગાંધી ,ધારક દવે ,તથા અભિષેક શર્મા સહિતના સંગીતકારોનો સાથ મળ્યો હતો, જેમની સાથે તેમણે અગાઉ પણ કામ કર્યું છે. તેમના માટે પણ આ એક ચેલેન્જ હતી. અંતે દરેક લીટી પછી જુદા જુદા 25 થી 30  લિરિક્સ સાથે આ ગીત સ્વરબદ્ધ કરાયું હતું.

ગીત સાથેના આ મ્યુઝિક વિડીઓનું આજે 25 ડિસેમ્બરના રોજ વિડિઓ શેરિંગ પ્લેટફોર્મ યુટ્યુબ ઉપર લોન્ચિંગ થયું છે. જેનું દિગ્દર્શન અને સંપાદન શ્રી દીપ ટચકે કર્યું છે. આ વિડિઓ અંગે સુશ્રી વ્યાસ જણાવે છે કે આ વિડિઓ જોઈને તમને ખ્યાલ આવશે કે કઈ રીતે એક જ ગીતની કડીઓ જુદા જુદા પાંચ રાગ અને ઢાળમાં ગાઈ શકાય છે. જે માટે તેમને દરેક વખતે કોસ્ચ્યુમ બદલવાનું રહેતું હતું. અને એક જ કડી જુદા જુદા પાંચ રાગ ઢાળમાં ગાવાની રહેતી હતી. તેમણે વિડિઓ ગીતો માટે આટલી બધી જહેમત ભાગ્યે જ ઉઠાવી હશે તેવું તેમણે જણાવ્યુ હતું.

'અવે મારિયા' ખ્રિસ્તી સમુદાયની લેટિન ભાષાની એક પ્રાચીન પ્રાર્થના છે જે સદીઓ થી ગવાય છે.  આ પ્રાર્થનાની રચના મહાન સંગીતકાર ફ્રાન્ઝ શુબર્ટ દ્વારા ઈ. સ. ૧૮૨૫ (આશરે ૨૦૦ વર્ષ પહેલાં) થઈ હતી. આ પ્રાર્થના પરંપરાગત રીતે ઓપેરા સ્ટાઇલ માં ગવાય છે અને ઘણાં સુપ્રસિદ્ધ સંગીતકારોએ તેની રજૂઆત ભૂતકાળમાં કરેલી છે.

સુ. શ્રી હિમાલીએ ઓપેરા સ્ટાઈલમાં રજૂ થતી પ્રાર્થનાનો સ્વાદ આપવા એક અનોખો પ્રયોગ કર્યો છે અને તેમાં ભળે છે 'અકાપેલા' ની રચના. 'અકાપેલા' એટલે જેમાં ગાયક પોતાનાં જ અવાજ થી બીજા બધાં વાદ્યો ની ધૂન રિપ્રોડ્યુસ કરે. 

સુ. શ્રી હિમાલી વ્યાસ નાયક કે જે ભારતીય શાસ્ત્રીય સંગીત અને વેસ્ટર્ન સંગીત બંને માં વર્ષોની તાલીમ ધરાવે છે, તેનાં આ પ્રયોગ માં મ્યુઝીક રીક્રિએશન અને મ્યુઝીક અરેંજમેંટ્સ કરી છે મુંબઈનાં જ The Records House નાં યુવા સંગીતકારો પાર્થ ગાંધી, ધારક દવે, અભિષેક શર્મા અને શુભ કુંડુ એ અને વિડિયો નિર્દેશન દીપ ટચક નું છે. આ ગીત નાતાલ પર્વ નાં દિવસે સુ. શ્રી હિમાલી ની યુટ્યુબ લિન્ક https://youtu.be/dtEG2ezp1_k પર આજે રિલીઝ થયું છે.

(3:11 am IST)