Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

અનાજના પૈસા ન આપનારા વેપારીના ઘરની હરાજી થઈ

નવા કૃષિ કાયદાથી ખેડૂતને લાભ થયો : વેપારી ખેડૂતોને ૪૦ લાખ રૂપિયા ચૂકવ્યા વિના જ ભાગી ગયો, હરાજીમાંથી બે ખેડૂતને ૧.૪૫ લાખ ચૂકવાયા

ગ્વાલિયર , તા. ૨૪ ; નવા કૃષિ કાયદા હેઠળ મધ્ય પ્રદેશમાં કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. તેનો સીધો ફાયદો ખેડૂતોને મળી રહ્યો છે. હોશંગાબાદ બાદ હવે ગ્વાલિયરમાં એક મોટી કાર્યવાહી થઈ છે. જેમાં ખેડૂતો પાસેથી અનાજની ખરીદી કરીને એક વેપારીએ લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હતી. પૈસા આપ્યા વિના વેપારી પરિવાર સાથે ફરાર થઈ ગયો. બાદ ખેડૂતોએ પ્રશાસનને ફરિયાદ કરી.

મામલાની તપાસ બાદ પ્રશાસને વેપારીના ઘરની હરાજી કરી નાખી છે. વેપારી ખેડૂતોને ૪૦ લાખ રૂપિયા ચૂકવ્યા વિના ભાગી ગયો હતો. તેનું ઘરની હરાજીમાં .૪૫ લાખ રૂપિયા બોલી લાગી હતી. પૈસા ખેડૂતોને ચૂકવી દેવામાં આવ્યા છે. સાથે બાકીના ખેડૂતોને પૈસા ચૂકવવા માટે વેપારીની અન્ય સંપતિઓની પણ હરાજી કરવામાં આવશે.

હકીકતમાં ગ્વાલિયરના ભિતરવાલ બ્લોકના બાજના ગામમાં ૧૭ ખેડૂતો પાસેથી અનાજ ખરીદીને ૪૦ લાખ રૂપિયાની ચૂકવણી કરનારા વેપારીની સંપતી પ્રશાસને જપ્ત કરીને હરાજી કરવાનું શરૂ કરી દીધું છે. વેપારી બલરામ પરિહરના એક હજાર વર્ગફૂટમાં બનેલા મકાનને .૪૫ લાખ રૂપિયામાં વેચી દેવાયું છે. હરાજીમાં મળેલા પૈસાથી બે ખેડૂતોનું લેણું ચૂકતે કરી દેવાયું છે. વેપારી ડિસેમ્બરે પોતાના પરિવાર સાથે ગામ છોડીને ફરાર થઈ ગયો હતો. ગ્વાલિયરના કલેક્ટર કૌશલેન્દ્ર વિક્રમ સિંહના જણાવ્યા મુજબ, વેપારીની જમીનની પણ હરાજી કરવામાં આવશે. હવે પ્રશાસન પહેલા તેનું સીમાંકન કરાવશે. બાદ જમીનની હરાજી કરવામાં આવશે, તેનાથી જે રકમ મળશે તે પૈસાથી ખેડૂતોનું બાકી પેમેન્ટ ચૂકવવામાં આવશે. કલેક્ટરે કહ્યું કે, મામલાને સોલ્વ કરવા માટે અમે બોર્ડની રચના કરી હતી.

(7:28 pm IST)