Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

માઉન્ટ આબુમાં સતત દસમા દિવસે ઝાકળના બિંદુઓ બરફમાં ફેરવાયા : ગુજરાતમાં ઉત્તર-પૂર્વના ઠંડા પવનોને લીધે ફરીથી ઠંડીમાં વધારો કરશે

છેલ્લા ત્રણ-ચાર દિવસથી ઠંડીમાં મળેલી થોડી રાહત બાદ પારો ફરી ગગડી શકે

દેશના ઉત્તરીય ભાગમાં બરફ વર્ષાના કારણે રાજસ્થાન સહિત હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પણ કડકડતી ઠંડી પડી રહી છે. સતત છ દિવસ તાપમાન માઈનસમાં નોંધાયા છે. છેલ્લા 10 દિવસથી, માઉન્ટ આબુ પર સવારે ઝાકળનાં ટીપાં બરફમાં ફેરવાઈ રહ્યાં છે. બુધવારે અહીં લઘુતમ તાપમાન 0.4 ડીગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 21 ડીગ્રી નોંધાયું હતું

  પર્વતીય વિસ્તારોમાં થયેલી હિમવર્ષા અને ઉત્તર-પૂર્વથી આવતા ઠંડા પવનોને કારણે આજથી ફરી ઠંડીમાં વધારો થઈ શકે છે. બીજી તરફ, માઉન્ટ આબુમાં છેલ્લા 10 દિવસથી સવારના સમયે ઠેર-ઠેર ઝાકળનાં ટીંપાં બરફ થઈ રહ્યાં છે.છેલ્લા ત્રણ-ચાર દિવસથી ઠંડીમાં મળેલી થોડી રાહત બાદ પારો ફરી ગગડી શકે છે

  હવામાનશાસ્ત્રીએ પંજાબ-હરિયાણા, છત્તીસગઢ અને બિહાર જેવાં મેદાનીય રાજ્યોમાં કોલ્ડ વેવની શક્યતાઓ છે.પવનની દિશા બદલાતી રહેતી હોવાને કારણે છત્તીસગઢની રાજધાની રાયપુર સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાનમાં વધારો થયો છે. બુધવારે રાજ્યમાં ક્યાંય પણ શીત લહેર જેવી સ્થિતિ ન હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુરુવારથી રાજ્યમાં ઉત્તર-પૂર્વના ઠંડા પવનો ફરીથી ઠંડીમાં વધારો કરશે. સરગુજા અને બિલાસપુરમાં રાતથી જ કોલ્ડ વેવ જોવા મળી શકે છે. મેદાનીય વિસ્તારો અને બસ્તરમાં એકાદ-બે દિવસ પછી ઠંડી વધે એવી સંભાવના છે

(9:24 pm IST)