Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

ભાજપની રાષ્ટ્રપતિ શાસનની માંગણી પર સંજય રાઉતે કહ્યું અમારી પાસે સ્પષ્ટ બહુમતી : તેમની ઈચ્છાથી કશુંય નહીં થાય.

ફડનવીશને ફટકાર લગાવતા શિવસેના સાંસદે કહ્યું -દરેક જગ્યાએ ખોટા કાગળો લઈને ફરી રહ્યા છે, આનાથી કશું જ થવાનું નથી, જવાબદારીથી બોલવુ જોઈએ.

મહારાષ્ટ્રમાં મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંઘે લખેલા લેટર પછી શરૂ થયેલ રાજકીય ડ્રામા હજુ પણ પૂરું થવાનું નામ લેતું નથી, વિપક્ષી ભાજપ અને સત્તાધારી ગઠબંધનની વચ્ચે અટેક-કાઉન્ટર અટેકનો ઘટનાક્રમ હજુ પણ શરૂ છે, ભાજપ જ્યાં મહારાષ્ટ્ર સરકારના રાજીનામાંની માંગણી કરી રહ્યો છે, અને એકીસાથે કરાયેલ બદલીઓને ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસેન જ્યારે એક રેકેટ તરીકે ઓળખાવી છે, તેના પછીથી આ વિવાદ વધુને વધુ તીવ્ર બની રહ્યો છે. જો કે આ બધાની વચ્ચે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની માંગણીને લઈને સંજય રાઉતે ભાજપ પર નિશાન સાધ્યું હતું.

શિવસેના સાંસદે કહ્યું હતું કે સરકારની પાસે સ્પષ્ટ બહુમત છે, અને જબરદસ્ત બહુમત છે, તેમની (ભાજપની) ઇચ્છાથી રાષ્ટ્રપતિ શાસન નહીં લાગી શકે, વિપક્ષને નેતા કે જે એક સમયે મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે દરેક જગ્યાએ ખોટા કાગળો લઈને ફરી રહ્યા છે, આનાથી કશું જ થવાનું નથી, જવાબદારીથી બોલવુ જોઈએ. 

વધુમાં શિવસેના સાંસદે કહ્યું હતું કે ભાજપનો હેતુ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવીને રાજકીય અસ્થિરતા પેદા કરવાનો છે, આની સાથે જ ગઠબંધન સરકારને નિષ્ફળ બનાવવા માટે ભાજપ અને અમુક અધિકારીઓ વચ્ચેની સાંઠગાંઠનો આરોપ પણ લગાવ્યો હતો

(11:49 pm IST)