Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

દેશમાં કોરોના કેસમાં મોટો ઉછાળો : 24 કલાકમાં 53 હજારથી વધુ નવા કેસ નોંધાયા : એક્ટિવ કેસની સંખ્યા 4 લાખથી નજીક

મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં રેકોડબ્રેક ૩૧૮૫૫ નવા કેસ; પુણેમાં કોરોનાની સુનામી આવતા ૬૭૫૪ કેસ નોધાયા

દેશમાં કોરોનાના આંકડામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના કેંસ ૫૩ હજારથી વધુ નોધાવવા પામ્યા છે. ત્યારે એક્ટીવ કેસોમાં ફરી મોટો ઉછાળો આવ્યો છે. રાજ્યમાં એક્ટીવ કેસોની સંખ્યા ૩.૯૦ લાખને પાર પહોચી જવા પામી છે.

દેશમાં ફરી કોરોનાના આંકડાઓમાં નોધપાત્ર વધારો થવા પામ્યો છે. ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૫૩ હજારથી વધુ કેસ પ્રકાશમાં આવવા પામ્યા છે. તેમજ એક્ટીવ કેસોની સંખ્યામાં પણ વધારો થવા પામ્યો છે. તેમજ નવા કેસ સમ રીકવરી માંડ ૫૦ ટકા જ રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં માંડ ૨૬ હજાર લોકો કોરોના મુક્ત થયા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં રેકોડબ્રેક૩૧૮૫૫ નવા કેસ નોધાયા છે. તેમજ પુણેમાં કોરોનાની સુનામી આવતા ૬૭૫૪ કેસ નોધાયા છે. રાજ્ય સરકાર દ્વારા મહારાષ્ટ્રમાંથી આવતા લોકોનું ફરજિયાત RTPCR ટેસ્ટ કરાવવો તેવું સૂચન પણ કરવામાં આવ્યું છે

(12:49 am IST)