Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

કેરળમાં ભાજપ ખરાબ રીતે હારશે : ઓપિનિયન પોલ

બંગાળમાં સતત ત્રીજી વખત મમતાની સરકાર બનશે : પોલ

પુડ્ડુચેરી અને આસામમાં એનડીએની સરકારનું અનુમાન, કેરળમાં ડાબેરીયાઓનું વર્ચસ્વ

નવી દિલ્હી,તા. ૨૫: સી વોટરના ઓપિનિયન પોલ જાહેર કરાયા છે. જેમાં દાવો કરાયો છે કે પશ્ચિમ બંગાળમાં એક વખત ફરી મમતા બેનરજીના નેતૃત્વમાં ટીએમસીની સતત ત્રીજી વખત સરકાર બનવા જઇ રહી છે. જ્યારે આસામમાં યુપીએને નુકસાનના સંકેત છે.

જ્યારે કેરળમાં પણ સત્તાધારી પાર્ટીના હાથમાં જ કમાન આવી શકે છે. સી વોટર સર્વે મુજબ એલડીએફને ૭૧ થી ૮૩ બેઠક કેરળમાં મળશે. જ્યારે યુડીએફને ૫૬-૬૮ બેઠક મળશે. કેરળમાં ભાજપને માત્ર ૦-૨ બેઠક મળવાનું જ અનુમાન છે. આસામમાં કુલ ૧૨૬ બેઠકો છે. જેમાં ભાજપ અને તેના સમર્થક પક્ષોને ૬૫ થી ૭૩, કોંગ્રેસ અને તેના સમર્થક પક્ષોને ૫૨-૬૦ બેઠક મળશે. જ્યારે અન્યને ૦-૪ બઠકો મળી શકે છે. તેવી જ રીતે પુડ્ડુચેરીમાં યુપીએને ૭-૧૧ બેઠક મળવાનું અનુમાન છે.  જ્યારે એનડીએને સૌથી વધુ ૧૯ થી ૨૩ બેઠકો મળી શકે છે. સૌથી નજર પશ્ચિમ બંગાળમાં છે જ્યાં ફરી ટીએમસીની સરકાર બનવા જઇ રહી છે. તેવુ અનુમાન છે. પોલ મુજબ બંગાળમાં ટીએમસીને ૧૫૨ -૧૬૮ બેઠક મળશે. જ્યારે ભાજપને પણ ૧૦૪ -૧૨૦ બેઠકો મળી શકે છે. લેફટ અને કોંગ્રેસના ગઠબંધનને ૧૮-૨૦ બેઠકો મળશે.

(10:28 am IST)