Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

કોરોનાને કારણે મૃત્યુ પામનાર ૮૮ ટકા દર્દી ૪૫ વર્ષથી વધુ વયના

 

નવી દિલ્હી,તા.૨૫:  ભારતમાં કોરોનાને કારણે મૃત્યુ પામનાર ૮૮ ટકા જેટલા દરદી ૪૫ વર્ષથી વધુ વયના હોવાની માહિતી કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે જાહેર કરી હતી.

ભારતમાં ગત ૨૪ કલાકમાં કોરોનાના ૪૭,૨૬૨ નવા કેસ નોંધાયા હતા અને એ આ વર્ષનો સૌથી વધુ કેસનો આંક છે.

કેન્દ્રના સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે પત્રકાર પરિષદને સંબોધતી વખતે જણાવ્યું હતું કે દેશમાં કોવિડ-૧૯ને કારણે થયેલા કુલ મરણમાંથી અંદાજે ૮૮ ટકા મોત ૪૫ વર્ષથી વધુ વયની વ્યકિતનો સમાવેશ થાય છે. આ કારણસર આ જૂથને સૌથી વધુ સુરક્ષાની જરૂર છે.

આ કારણસર જ પહેલી એપ્રિલથી ૪૫ વર્ષથી વધુ વયની દરેક વ્યકિતને રસી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

હાલ સક્રિય કેસની સંખ્યાની ટકાવારી કુલ કેસ પ્રમાણે ૩.૧૪ ટકા છે અને સાજા થનાર દરદીની ટકાવારી ઘટીને ૯૫.૪૯ ટકા થઇ હોવાની માહિતી કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી હતી.

(10:35 am IST)