Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

સમાજમાં પુરુષોને જ અગ્રતા આપવામાં આવી છે : લશ્કરમાં મહિલાઓ માટેના ફિટનેસના માપદંડ મનસ્વી અને તર્કહીન જણાયા છે : સૈન્યમાં મહિલા ઓફિસરો માટેના કાયમી કમિશનને સુપ્રીમ કોર્ટની મંજૂરી

ન્યુદિલ્હી : સૈન્યમાં મહિલા ઓફિસરો માટેના કાયમી કમિશનને સુપ્રીમ કોર્ટએ મંજૂરી આપી છે.જે અંગે ટકોર કરતા નામદાર કોર્ટએ જણાવ્યું હતું કે લશ્કરમાં મહિલાઓ માટેના ફિટનેસના માપદંડ મનસ્વી અને તર્કહીન જણાયા છે .સમાજમાં પુરુષોને જ અગ્રતા આપવામાં આવી છે .

સુપ્રીમ કોર્ટે આજ ગુરુવારે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે ફિટનેસ નિયમોની અસમાનતાના આધારે જે મહિલા અધિકારીઓને આમાંથી બાકાત રાખવામાં આવ્યા છે તેમને કાયમી પંચ (પીસી) ની મંજૂરી આપવામાં આવે.

નામદાર કોર્ટએ ચુકાદો આપતા જણાવ્યું હતું કે ફિટનેસ 1 ધોરણનું પાલન ન થવાના  આધારે નવેમ્બર 2020 માં પીસીમાંથી બાકાત રાખવામાં આવેલી મહિલા અધિકારીઓને તેઓ તંદુરસ્ત હોય ત્યાં સુધી તેઓની સેવા ચાલુ રાખી સ્થાયી કમિશનનો લાભ આપવાનો રહેશે.

ઉલ્લેખનીય છે કે 60 મહિલા અધિકારીઓએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી જેમાં જણાવ્યું હતું કે તેઓને  ફિટનેસ - I ની યોગ્યતાનું પાલન કરવામાં નિષ્ફળતાતાના  આધારે આર્મીમાં કાયમી કમિશનમાં શામેલ કરવામાંથી બાકાત રાખવામાં આવી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે .

(1:21 pm IST)