Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

હે ભગવાન... હવે કરવું શું ?

સાવધાન... કોરોનાથી 'બચાવનાર' સેનિટાઇઝરથી થઇ શકે છે કેન્સર : ૪૪માં મળ્યા ખતરનાક કેમિકલ્સ

વેલિઝર ફાર્મસીએ ૨૬૦ હેન્ડ સેનિટાઇઝર પર કર્યો અભ્યાસ

નવી દિલ્હી તા. ૨૫ : કોરોના વાયરસના કારણે ફરીવાર વિશ્વભરમાં કેસમાં વધારો થઈ રહ્યો છે. ગયા વર્ષે ભારતમાં માર્ચ મહિનામાં જ મહામારીની શરૂઆત થઈ હતી અને આ વર્ષે પણ માર્ચ મહિનામાં જ મહામારી ફરીથી ભયાનક રૂપ લઈ રહી છે ત્યારે કોરોના વાયરસથી બચવા માટે વાપરવામાં આવતું સેનેટાઈઝર ખતરનાક સાબિત થઈ શકે છે તેવી એક સ્ટડી સામે આવી છે.

કોરોના વાયરસથી બચવા માટે દરેક માણસને હાથ સેનેટાઈઝ કરવા અને માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી રહી છે ત્યારે જે સેનેટાઈઝર કોરોના વાયરસ સામે સૌથી મોટો હથિયાર છે તેમ કેન્સર વધારતા કેમિકલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કોરોના વાયરસ મહામારી જેમ જેમ વધતી જઈ રહી છે તેમ તેમ વાયરસથી બચવા માટે સેનેટાઈઝરની માંગ આખા વિશ્વમાં વધી ગઈ છે. અને આ વસ્તુનો ઉદ્યોગ પણ હવે તો ખૂબ મોટો થઈ ગયો છે ત્યારે સેનેટાઈઝરના લાંબા ઉપયોગથી કેન્સર અને ત્વચાના રોગનો ખતરો વધી શેક છે.

વેલીઝરની એક રિપોર્ટમાં સામે આવ્યું છે. નોંધનીય છે કે કોરોના વાયરસ મહામારી ફેલાઈ તે બાદ કેટલીક બ્રાન્ડના ૨૬૦ હેન્ડ સેનેટાઈઝરનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં ૪૪ એવા છે જેમાં બેન્ઝીન નામનું ખતરનાક કેમિકલ ઉમેરવામાં આવે છે જેનાથી કેન્સર થાય છે. બેન્ઝીન એક તરલ કેમિકલ છે જે રંગહીન હોય છે અને ઉચ્ચ સ્તરમાં તેના સંપર્કમાં આવી જવાથી રકત કણિકાઓ કામ કરતી બંધ થઈ જાય છે અને વ્હાઇટ સેલ્સ ઓછા થઈ જાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની એક એજન્સીએ આ બેન્ઝીનની ઓળખ એક કાર્સીનોઝેનના રૂપમાં કરી છે. કાર્સીનોઝેનને સૌથી વધારે જોખમી શ્રેણીમાં રાખવામાં આવે છે. કાર્સીનોઝેન એક એવો પદાર્થ છે જે શરીરમાં કર્ક રોગ પેદા કરવાની સંભાવના બનાવે છે.

(3:17 pm IST)