Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

ભારતમાં કોરોના વાયરસની નવી લહેર આખરે કેટલી ખતરનાક?

હાલ જે રેટથી ભારતમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છેઃ જો આ તેના પર રોક નહી લાગે તો ભારતનો દર ૨૭ માર્ચ સુધી અમેરિકા અને ૨ એપ્રિલ સુધી બ્રાઝીલ કરતાં આગળ નિકળી જશેઃ અત્યારે બ્રાઝીલ દુનિયાના સૌથી મોટા કોવિડના હોટસ્પોટ છે

નવી દિલ્હી, તા.૨૫: મહારાષ્ટ્ર સહિત દેશના દ્યણા રાજયોમાં કોરોના વાયરસ ના કેસ ઝડપથી વધી રહ્યા છે અને કેંદ્ર સરકારે તેને કોરોનાની બીજી લહેરની શરૂઆત ગણાવી છે. ફેબ્રુઆરી અને માર્ચમાં કોવિડના દૈનિક કેસ અને મોતનો આંકડો સતત વધી રહ્યો છે, જે હવે ડરામણો લાગી રહ્યો છે. ગત ૫ દિવસમાં સતત દરરોજ ૪૦ હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. કોરોનાની બીજી લહેર કેટલી ખતરનાક છે. આ વાતનો અંદાજ તેનાથી લગાવી શકાય છે કે ફેબ્રુઆરી ૨૦૨૧ના મુકાબલે માર્ચ ૨૦૨૧માં સંક્રમણના કેસ પાંચ ગણી સ્પીડે વધી રહ્યા છે.

હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ અનુસાર ભારતમાં કોરોના વાયરસના દૈનિક કેસમાં મે ૨૦૨૦ બાદ સૌથી વધુ તેજી જોવા મળી છે. ગત એક અઠવાડિયામાં ભારતમાં દરરોજ સરેરાશ ૪૨૧૬૨ નવા કેસ સામે આવ્યા છે, જે ૨૮ નવેમ્બર ૨૦૨૦ બાદથી સૌથી વધુ સાપ્તાહિક સરેરાશ છે. ગત અઠવાડિયે આ સંખ્યા ૨૫૧૩૭ હતી. ગત અઠવાડિયાની તુલનામાં આ અઠવાડિયે દરરોજ ૭.૭% વધુ નવા કેસ સામે આવ્યા છે. ભારતમાં કોવિડ ૧૯ના દૈનિક કેસ ફકત ૧૧ દિવસમાં ૨૦ હજારથી ૪૨ હજાર પહોંચી ગયા છે, જયારે પહેલી લહેર દરમિયાન ૩ જુલાઇ અને ૨૪ જુલાઇ દરમિયાન ૨૦,૦૦૦ થી ૪૨,૦૦૦ સુધી પહોંચવામાં ૨૧ દિવસની તુલમાં ૧૦ દિવસ બાકી છે.

દેશમાં કોરોના વાયરસના દૈનિક કેસ ઉપરાંત મોતના આંકડામાં પણ વધારો થયો છ ગત અઠવાડિયે સરેરાશ ૧૯૯ લોકો આ મહામારીના લીધે પોતાનો જીવ ગુમાવી ચૂકયા છે. એક અઠવાડિયા પહેલાં સરેરાશ ૧૪૦ લોકોના દરરોજ મોત થઇ રહ્યા છે અને સરેરાશમાં ૫.૧ ટકાનો વધારો થાય છે. ૨૨ જૂન ૨૦૨૦ પછી થનાર મોતનો ઉચ્ચત્તમ વૃદ્ઘિ દર છે.

હાલ જે રેટને ભારતમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. જો આ તેના પર રોક નહી લાગે તો ભારતનો દર ૨૭ માર્ચ સુધી અમેરિકા અને ૨ એપ્રિલ સુધી બ્રાજીલ કરતાં આગળ નિકળી જશે. અત્યારે બ્રાજીલ દુનિયાના સૌથી મોટા કોવિડના હોટસ્પોટ છે અને અહીં સરેરાશ દરરોજ ૭૫૫૭૦ નવા કેસ સામે આવી રહ્યા છે. તો બીજી તરફ અમેરિકામાં ગત અઠવાડિયે કોવિડ ૧૯ ના સરેરાશ ૫૪૧૪૧ નવા કેસ સામે આવ્યા હતા.

(4:17 pm IST)