Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

ગયા વર્ષ જેવા લોકડાઉનની શક્યતા નથી લાગતીઃ રિઝર્વ બેક્નના ગર્વનર શક્તિકાંત દાસ

દેશમાં કોરોનાના કેસમાં ખૂબજ વધારો

નવી દિલ્હી, તા. ૨૫ : દેશમાં કોરોનાના સંક્રમણે ફરી હાહાકાર મચાવ્યો છે.કોરોનાથી સંક્રમિત લોકોનો આંકડો ઝડપથી વધી રહ્યો છે તેવામાં હવે કોરોનાના રસીકરણ અભિયાને પણ ઝડપ પકડી છે.અત્યાર સુધીમાં પાંચ કરોડ કરતા વધારે લોકોને વેક્સીન આપવામાં આવી છે.જોકે કોરોનાનુ સંક્રમણ સરકારને ચિંતા કરાવી રહયુ છે.

બીજી તરફ જે રાજ્યોમાં સંક્રમણ વધારે છે ત્યાં અલગ અલગ પ્રકારના નિયંત્રણો મુકાઈ રહ્યા હોવાથી લોકોમાં ફરી લોકડાઉન લાગુ થશે તેવી આશંકા પણ વધી રહી છે.જોકે અંગે રિઝર્વ બેક્નના ગર્વનર શક્તિકાંત દાસે કહ્યુ હતુ કે, કોરોનાના કેસમાં થઈ રહેલો વધારો સરકાર માટે ચિંતાનો વિષય છે પણ સમયે કોઈને પણ ગયા વર્ષ જેવુ લોકડાઉન લાગુ થશે તેવી આશંકા નથી.

સાથે સાથે તેમણે સરકારી બેક્નોના ખાનગીકરણ અંગે પણ કહ્યુ હતુ કે, અંગે સરકાર સાથે વાતચીત ચાલી રહી છે અને જે પણ કાર્યવાહી છે તેને આગળ વધારવામાં આવી રહી છે.હાલના તબક્કે બેક્નોની નાણાકીય સ્થિતિ સારી રીતે જળવાય તે અમારી પ્રાથમિકતા છે.

(7:39 pm IST)