Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

ગૌતમ અદાણીની ‘ઇન્ફ્રાસ્ટ્રક્ચર કિંગ’ બનવા તરફ આગેકૂચ :સાત એરપોર્ટ અને એક ચતુર્થ હવાઈ મુસાફરી પર નિયંત્રણ સ્થાપિત કર્યું

2025 સુધી અક્ષય ઊર્જા ક્ષમતાને અંદાજે આઠ ગણો વધારવાની યોજના

નવી દિલ્હી: બે દાયકાથી કોલસાને લગતા વ્યવસાય ઉભા કર્યા પછી ભારતીય અબજપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી હવે બીજા ક્ષેત્રોમાં પણ પોતાના વેપારને ફેલાવવાનો વિચારી રહ્યા છે. અદાણી ભારતમાં મૂળભૂત ઢાંચાને મજબૂત કરવાના ક્ષેત્રમાં મોટું નામ બનીને ઉભર્યા છે. તેથી તેમને ‘ઇન્ફ્રાન્સ્ટ્રક્ચર કિંગ’નું નામ પણ આપવામાં આવી રહ્યું છે. તેમનો વેપાર બંદરોથી લઇ ખાણ સુધી ફેલાયેલો છે. સાથે જ તેમના વ્યવસાયમાં અનેક પાવર પ્લાન્ટ, એરપોર્ટ, ડેટા સેન્ટર અને સંરક્ષણ ક્ષેત્ર સાથે સંબંધિત વસ્તુ સામેલ છે. રોકાણકારો પણ અદાણીને સંપૂર્ણ સહયોગ કરી રહ્યા છે. આ એટલા માટે પણ થઇ રહ્યું છે કારણ કે રોકાણકારોને લાગે છે કે સરકારની વિકાસ યોજના દ્વારા અદાણી વ્યવસાય સાથે જોડાયેલા પોતાના લક્ષ્યને પૂર્ણ કરી રહ્યા છે. સાથે જ અદાણીની રણનીતિ ખૂબ જ લાભ પહોંચાડનારી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના સમયે અદાણી જૂથને ખૂબ જ લાભ થયો છે. જૂથના છ એકમોએ ગત વર્ષે મહામારીના સમયમાં પણ ખૂબજ સારું પ્રદર્શન કર્યું. આ એકમોની માર્કેટ કેપમાં 79 બિલિયન ડોલરનો વધારો થયો. દેશના સૌથી મોટા જૂથ ટાટા અને રિલાયન્સ પછી હવે અદાણી ગ્રુપ જ છે. તેને જોતા ફ્રાન્સની દિગ્ગજ ઓઇલ કંપની ટોટલ એસઈ અને વારબર્ગ પિંક્સ એલએલસીએ અદાણીની કંપનીમાં રોકાણ કર્યું છે

  અત્રે ઉલ્લેખનીય છે કે બે વર્ષથી પણ ઓછા સમયમાં અદાણીએ દેશના સાત એરપોર્ટ અને અંદાજે એક ચતુર્થ હવાઈ મુસાફરી પર પોતાનું નિયંત્રણ સ્થાપિત કર્યું છે. તેમણે 2025 સુધી અક્ષય ઊર્જા ક્ષમતાને અંદાજે આઠ ગણો વધારવાની યોજના પણ સામે રાખી છે

 

ગત અઠવાડિયે તેમણે શ્રીલંકામાં એક પોર્ટ ટર્મિનલને વિકસિત કરવા માટે એક કોન્ટ્રાક્ટ જીત્યો. સાથે જ અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડે ગત મહિને ભારતભરમાં ડેટા સેન્ટર વિકસિત કરવા અને સંચાલિત કરવા માટે EdgeConneX સાથે કરાર પર હસ્તાક્ષર પણ કર્યા હતા  

ઉલ્લેખનીય છે કે 1980ના દાયકામાં એક જીન્સ વેપારી તરીકે શરૂઆત કરનાર ગૌતમ અદાણી હવે જેમ મા કરતા વધુ અમીર છે અને 56 બિલિયન ડોલરની સંપત્તિ સાથે ભારતના બીજા સૌથી ધનપતિ વ્યક્તિ છે.

બ્લૂમબર્ગ બિલિનિયર્સ ઇન્ડેક્સ મુજબ ગત એક વર્ષમાં તેમની સંપત્તિમાં 50 બિલિયન ડોલરનો વધારો થયો, જે મુકેશ અંબાણીથી લગભગ 5 બિલિયન ડોલર વધુ છે. આ વર્ષે કોઇ પણ અન્ય અબજપતિની સરખામણીએ અદાણીની કુલ સંપત્તિ વધી છે.

(8:41 pm IST)