Gujarati News

Gujarati News

News of Monday, 25th July 2022

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૩૧૧

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૭ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

અંદરનો પર્વત

‘‘જયારે વ્‍યકિત ખૂબજ શાંત અને સ્‍થીર હોય છે. અને મનમાં કોઇ જ હલન ચલન હોતુ નથી ત્‍યારે તે પર્વતની ટોચ ઉપર હોય તેવો અનુભવ કરે છે.''

પર્વતો હમેશા ધ્‍યાનીઓને આકર્ષિત કરે છ.ે પર્વતોમાં કઇક છે શાંતિ, સ્‍થીરતા, સમય વિહીનતા પર્વત સતત રહે છે. અને તે કેન્‍દ્રીત છે. બૂધ્‍ધ વૃક્ષ નીચે પર્વતની જેમ બેસેલા લાગે છે. અને તે આકસ્‍મીક નથી કે દુનીયાની જે પહેલી મુર્તિ બની તે બુધ્‍ધની હતી. અને તે પથ્‍થરમાંથી બનેલી હતી સ્‍થીર, સમય વીહીન, મૃત્‍યુ વિહીન, પોતાની જાતમાં કેન્‍દ્રીત થયેલી.

મનની ચંચળતા-વિચાર, ઇચ્‍છાઓ, કલ્‍પનાઓ અને યાદશકતી-આ બધુ જ દુઃખ લાવે છે. જયારે કોઇ વિચાર અને ઇચ્‍છા નથી હોતી ત્‍યારે મન અદ્રશ્‍ય થઇ જાય છે તમે છો પણ તમામા મન નથી. આ મન વગરની અવસ્‍થા તમને અંદરના પર્વતની ઝલક આપે છે.

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(10:04 am IST)