Gujarati News

Gujarati News

News of Monday, 25th July 2022

એરટેલ-ચેરમેન સુનીલ મિત્તલનો પગાર ૫% ઘટી રૂા ૧૫.૩૯ કરોડ

મુંબઈ,તા.૨૫: નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં ભારતી એરટેલ કંપનીના ચેરમેન સુનીલ મિત્તલનો પગાર પાંચ ટકા ઘટીને રૂ. ૧૫ કરોડ ૩૯ લાખ થયો હતો.

આ ટેલીકોમ કંપનીના વાર્ષિક અહેવાલમાં જણાવાયા મુજબ, ૨૦૨૦-૨૧માં મિત્તલનો પગાર રૂ. ૧૬.૧૯ કરોડ હતો. ૨૦૨૧-૨૨માં એમનો બેઝિક પગાર અને ભથ્‍થાં તથા પરફોર્મન્‍સ-લિન્‍ક્‍ડ સવલતની રકમ યથાવત્‌ રહ્યા હતા, પરંતુ આવક ઉપરાંતના અમુક લાભની રકમ ઘટી જતાં એમનો કુલ પગાર થોડોક ઘટી ગયો છે.

(11:00 am IST)