Gujarati News

Gujarati News

News of Monday, 25th July 2022

દ્રૌપદી મુર્મુનો રાજ્‍યાભિષેક : ૨૧ તોપોની સલામી

દેશના ૧૫માં રાષ્‍ટ્રપતિ તરીકે આદિવાસી મહિલા દ્રૌપદી મુર્મુએ શપથ ગ્રહણ કર્યા : પીએમ સહિત મહાનુભાવોની ઉપસ્‍થિતિ : ગાર્ડ ઓફ ઓનર અપાયું : ભવ્‍ય સમારોહ : દેશ-વિદેશથી શુભેચ્‍છાઓ : શપથગ્રહણ પૂર્વે પૂ. બાપુને આપી શ્રધ્‍ધાંજલિ

નવી દિલ્‍હી તા. ૨૫ : નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે દેશના સર્વોચ્‍ચ પદના શપથગ્રહણᅠકરી રહ્યા છે. તેઓ દેશમાં ૧૫મી અને આદિવાસી સમુદાયમાંથી આવનારી પ્રથમ મહિલા હશે. એટલું જ નહીં, તે સ્‍વતંત્ર ભારતમાં જન્‍મેલી પ્રથમ વ્‍યક્‍તિ હશે જે સર્વોચ્‍ચ પદ પર પહોંચશે. શપથ લીધા બાદ તેમને ૨૧ તોપોની સલામી આપવામાં આવી હતી. શપથ ગ્રહણ સમારોહમાં રાષ્ટ્રપતિ મુર્મુનાᅠપરિજનો પણ સામેલ થયા હતા.

કેન્‍દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું કે શપથ ગ્રહણ સમારોહᅠસંસદના સેન્‍ટ્રલ હોલમાં યોજવામા આવ્‍યો હતો. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્‍ટિસ એનવી રમના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ મુર્મુને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્‍યા. આ પછી તેમને ૨૧ તોપોની સલામી આપવામા આવી. રાષ્ટ્રપતિ સેન્‍ટ્રલ હોલમાં ઉપસ્‍થિત લોકોને પણ સંબોધિત કર્યા.નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ સૌથી પહેલા સંસદ પહોંચ્‍યા હતા. ઉપરાષ્ટ્રપતિ અને રાજયસભાના અધ્‍યક્ષ એમ વેંકૈયા નાયડુ, વડા પ્રધાન નરેન્‍દ્ર મોદી, લોકસભાના અધ્‍યક્ષ ઓમ બિરલા, પ્રધાનો, રાજયપાલો, વિવિધ દેશોના મુખ્‍ય પ્રધાનો અને રાજદૂતો, સંસદના સભ્‍યો અને અગ્રણી લશ્‍કરી અને નાગરિક અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં સામેલ થયા હતા.

મુખ્‍ય ન્‍યાયાધીશ એનવી રમનᅠસેન્‍ટ્રલ હોલમાં ગૌરવપૂર્ણ વાતાવરણમાં મુર્મુને પદના શપથ ગ્રહણ કરાવ્‍યા. ત્‍યારબાદ ૨૧ તોપોની સલામી આપવામાં આવી. શપથ ગ્રહણ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ, લોકસભા અધ્‍યક્ષ, વડાપ્રધાન, અનેક રાજયોના રાજયપાલો, મુખ્‍યમંત્રીઓ, ઘણા દેશોના રાજદૂતો અને ત્રણેય સેવાઓના વડાઓ હાજર રહેશે.ᅠ

જૂના સંસદભવનમાં શપથ લેનારા છેલ્લા રાષ્ટ્રપતિ હશે.વર્તમાન બિલ્‍ડિંગમાં છેલ્લું સત્ર ચાલી રહ્યું હોવાથી નવી સંસદને વિદાય આપનાર તે પ્રથમ પ્રમુખ પણ હશે. આગામી શિયાળુ સત્ર નવા બિલ્‍ડીંગમાં યોજાશે.

સંસદના સેન્‍ટ્રલ હોલમાં શપથ ગ્રહણ સમારોહ પૂર્ણ થયા બાદ રાષ્ટ્રપતિ ‘રાષ્‍ટ્રપતિ ભવન' માટે રવાના થયા. ત્‍યાં તેમને ઇન્‍ટર-સર્વિસ ગાર્ડ ઓફ ઓનર આપવામા આવ્‍યું. અને વિદાય લેતા રાષ્ટ્રપતિ સાથે સૌજન્‍ય મુલાકાત કરવામાં આવી.ᅠ૬૪ વર્ષીય મુર્મુએᅠવિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિન્‍હાને હરાવીને ઈતિહાસ રચ્‍યો હતો. મુર્મુએ સાંસદો અને ધારાસભ્‍યોના ૬૪ ટકાથી વધુ માન્‍ય મતો મેળવ્‍યા અને મતોના વિશાળ માર્જિનથી ચૂંટણી જીતી. સિન્‍હાના ૩,૮૦,૧૭૭ વોટ સામે મુર્મુને ૬,૭૬,૮૦૩ વોટ મળ્‍યા.

૨૫ જુલાઈ ૧૯૭૭ના રોજ પ્રથમ વખત છઠ્ઠા રાષ્ટ્રપતિ નીલમસંજીવ રેડ્ડીએ શપથ લીધા હતા. મુર્મુ ૧૦મા રાષ્ટ્રપતિ હશે. મુર્મુની પુત્રી બેંક ઓફિસર ઇતિશ્રી અને જમાઈ ગણેશ હેમબ્રમ શપથ સમારોહ માટે દિલ્‍હી પહોંચી ગયા છે. મુર્મુના ભાઈ તારીનસેન ટુડુ અને ભાભી સુકરી ટુડુ તેની સંથાલી સાડીઓ અને અરિસા પીઠા લાવ્‍યા છે, જે આદિવાસીઓની પરંપરાગત મીઠાઈ છે.

(10:22 am IST)