Gujarati News

Gujarati News

News of Monday, 25th July 2022

ભારતીય કલાકારો - વણકરો - કારીગરોને રાષ્‍ટ્રીય બજાર એકસેસ મળશે : થશે ફાયદો

ફિલપકાર્ટ દ્વારા સમર્થ પ્રોગ્રામ હેઠળ એમઓયુ

મુંબઇ તા. ૨૫ : ફિલપકાર્ટ, ભારતની હોમગ્રોન ઇ-કોમર્સ માર્કેટપ્‍લેસએ આજે હેન્‍ડિક્રાફટ્‍સ અને કાર્પેટ સેક્‍ટર સ્‍કિલ કાઉન્‍સિલ (એચસીએસએસસી)ની સાથે એક મેમોરેન્‍ડમ ઓફ અંડરસ્‍ટેન્‍ડિંગ (એમઓયુ) સાઈન કર્યા છે, જેનાથી ભારતીય કલાકારો, વણકરો અને હસ્‍તકળા કારીગરોને માર્કેટ એક્‍સેસ, તાલિમ તથા ઇન્‍ક્‍યુબેશન સપોર્ટ આપીને સશક્‍ત બનાવવાના રાષ્ટ્રવ્‍યાપી પ્રયાસોને આગળ વધારી શકાય.

શ્રી ક્રિષ્‍ન કુમાર, સીઇઓ, હેન્‍ડીક્રાફટ્‍સ અને કાર્પેટ સેક્‍ટર સ્‍કીલ કાઉન્‍સિલ અને શ્રી રજનીશ કુમાર, ચીફ કોર્પોરેટ અફેર્સ ઓફિસર, ફિલપકાર્ટ જૂથની વચ્‍ચે એમઓયુ સાઈન કરવામાં આવ્‍યા છે.

હેન્‍ડીક્રાફટ્‍સ અને કાર્પેટ સેક્‍ટર સ્‍કિલ કાઉન્‍સિલ (એચસીએસએસસી)ની શરૂઆત ૨૦૧૪માં કરવામાં આવી હતી, તેનો હેતુ હેન્‍ડીક્રાફટ્‍સ અને કાર્પેટ સેક્‍ટરને ક્ષમતા આધારીત તાલીમ આપીને કુશળ સંશાધનો પૂરા પાડવાનો હતો. એચસીએસએસસીનું મિશનએ હેન્‍ડીક્રાફટ્‍સ અને કાર્પેટ ક્ષેત્ર સાથે સંબંધિત કૌશલ્‍ય અને ધોરણોના એકંદર વિકાસનો સમાવેશ થાય છે.

ફિલપકાર્ટ સમર્થની શરૂઆત ૨૦૧૯માં કરવામાં આવી હતી, તે એક રાષ્ટ્રવ્‍યાપી પહેલ છે, જેનો હેતુ, સમગ્ર દેશના લાખો એમએસએમઇ, કલાકારો અને ગરીબ સમુદાયોને ઇ-કોમર્સ દ્વારા વિકાસની તકો પૂરી પાડવાનો છે. આ પ્રોગ્રામએ ગરીબ સમુદાયો અને વ્‍યવસાયો માટે ટકાઉ તથા સમાવિષ્ટ પ્‍લેટફોર્મ બનાવવાના અને આજીવિકાની વધુ સારી તકો પૂરી પાડીને તેમને સશક્‍તિકરણ કરવા પર ધ્‍યાન કેન્‍દ્રિત કરે છે. ફિલપકાર્ટ સમર્થએ આ નાના બિઝનેસને ફિલપકાર્ટ માર્કેટપ્‍લેસ પર તેમના બિઝનેસ સેટઅપ કરવામાં મદદ કરશે, તેને ટાઇમ-બાઉન્‍ડ ઇન્‍ક્‍યુબેશન, ઓનબોર્ડિંગ સાથેનો સહયોગ, ફ્રી કેટલોગિંગ, માર્કેટિંગ, એકાઉન્‍ટ મેનેજમેન્‍ટ, બિઝનેસ ઇનસાઇટ્‍સ તથા વેરહાઉસ સપોર્ટ ઓફર કરે છે.

(3:21 pm IST)