Gujarati News

Gujarati News

News of Monday, 25th July 2022

વરમોરા ગ્રેનિટોએ પ્રિમિયમ સેનિટરીવેર અને ફોસેટ્‍સ રેન્‍જ લોન્‍ચ કરી

નેશનલ લોન્‍ચ માટે આયોજીત મીટમાં દેશભરના ૩૫૦થી વધુ ડીલર્સ અને ડીસ્‍ટ્રીબ્‍યુટર્સે ભાગ લીધો : કંપની ૭૪થી વધુ દેશોમાં નિકાસ કરે છે અને આગામી બે-ત્રણ વર્ષોમાં ૧૦૦થી વધુ દેશોમાં તેની ગ્‍લોબલ ફૂટપ્રિન્‍ટસ વિસ્‍તારવાની યોજના છે

મુંબઇ તા. ૨૫ : ‘ઈનોવેટિંગ હેપીનેસ'ના ધ્‍યેય સાથે ભારતની અગ્રણી ટાઈલ, સેનિટરીવેર અને બાથવેર બ્રાન્‍ડ્‍સ પૈકીની એક વરમોરા ગ્રેનિટો પ્રાઈવેટ લિમિટેડે પ્રિમિયમ સેનિટરીવેર, ફોસેટ્‍સ, કિચન સિંક, વોટર હીટર્સ અને બાથવેર એસેસરીઝની એક્‍સક્‍લુઝિવ રેન્‍જ લોન્‍ચ કરી છે. લોન્‍ચ માટે જુલાઈ ૧૨-૧૩, ૨૦૨૨ના રોજ રાજસ્‍થાનના ઉદેપુરમાં આયોજિત નેશનલ લોન્‍ચ અને ડીલર મીટમાં દેશભરના ૩૫૦થી વધુ ડીલર્સ અને ડિસ્‍ટ્રીબ્‍યુટર્સે ભાગ લીધો હતો.

કંપની વરમોપા ગ્રૂપ હેઠળ સંપૂર્ણ સેનિટરીવેર અને બાથરૂમ સોલ્‍યુશન્‍સ પ્રદાન કરવા અને તેની વિશાળ ડિસ્‍ટ્રીબ્‍યુશન પહોંચ અને બ્રાન્‍ડ ઇક્‍વિટીનો લાભ લેવાનું વિઝન ધરાવે છે. કંપનીએ નવી ડિઝાઇન અને રંગમાં ૫૦થી વધુ સેનિટરીવેર પ્રોડક્‍ટ્‍સ, સંપૂર્ણ શ્રેણીમાં ૧૫ નવા ફોસેટ્‍સના મોડલ, નવી સાઈઝ, ડિઝાઇન અને રંગમાં ૧૨ કિચન સિંક અને ૫ વોટર હીટર્સ લોન્‍ચ કર્યા છે. નવી રેન્‍જનું અનાવરણ કંપનીના ચેરમેન ભાવેશ વરમોરા અને જોઈન્‍ટ મેનેજિંગ ડિરેક્‍ટર હિરેન વરમોરા દ્વારા કરવામાં આવ્‍યું હતું. વરમોરા ગ્રેનિટો એ એક અગ્રણી ટાઇલ, બાથવેર, સેનિટરીવેર ઉત્‍પાદન બ્રાન્‍ડ છે અને તે વોલ અને ફલોર ટાઇલ્‍સ, સ્‍લેબ,સેનિટરીવેર, ફોસેટ્‍સ, કિચન સિંક, પીટીએમટી પ્રોડક્‍ટ્‍સ, વોટર હીટર વગેરેની વિશાળ રેન્‍જ ઓફર કરે છે. કંપની ગુજરાતમાં ૯ અત્‍યાધુનિક ઉત્‍પાદન એકમો ધરાવે છે જેની કુલ ઉત્‍પાદન ક્ષમતાટાઇલ્‍સની પ્રતિ દિવસ ૧.૫ લાખ ચોરસ મીટરની અને સેનિટરીવેરનીદરરોજ ૪,૦૦૦થી વધુ પીસની છે. કંપની પાસે ૫,૦૦૦થી વધુ રિટેલ આઉટલેટ્‍સ, ૭૦૦+ ડીલરો, ૧૨ બ્રાન્‍ચ ઓફિસનું વિશાળ નેટવર્ક છે. કંપની પાસે સમગ્ર ભારતમાં ૩૨૫ કંપની એક્‍સક્‍લુઝિવ શોરૂમ છે અને વૈશ્વિક સ્‍તરે ૧૫ શોરૂમ છે. વરમોરા ગ્રૂપ મજબૂત ગ્‍લોબલ ફૂટપ્રિન્‍ટ્‍સ ધરાવે છે અને ૭૪થી વધુ દેશોમાં નિકાસ કરે છે.

(3:24 pm IST)