Gujarati News

Gujarati News

News of Monday, 25th July 2022

પાકિસ્તાનમાં બારેમેઘ ખાંગા : ભારે વરસાદ અને પૂરના કારણે 304 લોકોના મોત

જૂનના મધ્યથી પૂરના કારણે નદીઓ બેકાંઠે વહી : લગભગ 9,000 ઘરોનાં હાલ બેહાલ થયા !

નવી દિલ્લી તા.25 : પાકિસ્તાનમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. બલૂચિસ્તાનમાં વરસાદ સતત વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. વરસાદના કારણે દેશમાં બાળકો સહિત 304 લોકોના મોત થયા છે અને આ વિસ્તારમાં સેંકડો લોકોને અસર થઈ છે. ભારે વરસાદને કારણે 9,000 થી વધુ મકાનો ધરાશાયી થયા છે. વરસાદના કારણે સામાન્ય લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. 

અધિકારીઓએ જણાવ્યું કે સૌથી વધુ અસરગ્રસ્ત બલૂચિસ્તાન પ્રાંતમાં વરસાદ અને પૂર સંબંધિત ઘટનાઓમાં 99 લોકોએ જીવ ગુમાવ્યા છે. સિંધ પ્રાંતમાં આવી ઘટનાઓમાં 70 લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનની સરહદે આવેલા ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં પણ 61 લોકોના મોત થયા છે, જ્યારે પૂર્વ પંજાબ પ્રાંતમાં 60 લોકોએ જીવ ગુમાવ્યા છે.

(10:51 pm IST)