Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

કેજરીવાલની હત્‍યાનો છે સિસોદિયાને ડરઃ મનોજ તિવારીનો જણાવ્‍યો પ્‍લાન

તિવારીની ધરપકડ કરવાની માગ કરતા ચૂંટણી પંચ અને પોલીસને ફરિયાદ કરવાની વાત પણ કરી

નવી દિલ્‍હી, તા.૨૫: આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્‍હીના ઉપમુખ્‍યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે પાર્ટી સંયોજક કેજરીવાલની હત્‍યા થઈ શકે છે. તેમણે કહ્યું કે એમસીડી (MCD) અને ગુજરાતમાં હારના ડરથી ભાજપ આ ષડયંત્ર રચી રહી છે. સિસોદિયાએ ભાજપ સાંસદ મનોજ તિવારીનું નામ પણ લીધું અને તેના પર ષડયંત્ર રચવાનો આરોપ પણ મૂકયો. તેમણે તિવારીની ધરપકડ કરવાની માગ કરતા ચૂંટણી પંચ અને પોલીસને ફરિયાદ કરવાની વાત પણ કરી.

મનીષ સિસોદિયાએ શુક્રવાર સવારે પ્રેસ કૉન્‍ફ્રેન્‍સમાં કહ્યું, ‘ભાજપે કેજરીવાલને બદનામ કરવાનો પ્રયત્‍ન કર્યો છે. તેઓ કોઈપણ પ્રયત્‍નમાં સફળ ન થયા તો કાલે મનોજ તિવારીએ એક પ્રકારની ધમકી આપી છે કે કેજરીવાલજીને. આથી સ્‍પષ્ટ થઈ ગયું છે કે ભાજપ કેજરીવાલની હત્‍યાનું ષડયંત્ર રચી રહી છે. જે પ્રકારની ભાષાનો ઉપયોગ તિવારીએ કર્યો છે તેનાથી સ્‍પષ્ટ થઈ ગયું છે કે બદનામ કરવાના ષડયંત્રમાં નિષ્‍ફળ રહેલી ભાજપ હવે હત્‍યાનું ષડયંત્ર રચી રહી છે. અમે આની ફરિયાદ ચૂંટણી પંચને પણ કરશું. એફઆઇઆર પણ નોંધાવશે. મનોજ તિવારીની ધરરપકડ કરવાામં આવે અને આની વિસ્‍તળત તપાસ કરાવવામાં આવે. આજે કેજરીવાલ દેશમાં ખૂબ જ લોકપ્રિય નેતા છે. આથી ભાજપ ન્‍યૂનતમ સ્‍તરે ઉતરીને હત્‍યાનું ષડયંત્ર રચી રહી છે.

સિસોદિયાએ આ પહેલા ગુરુવારે રાતે પણ આરોપ મૂકયો કે દિલ્‍હી ભાજપના પૂર્વ અધ્‍યક્ષ અને નૉર્થ ઈસ્‍ટ દિલ્‍હીથી સાંસદ મનોજ તિવારીએ પોતાના ગુંડાને કેજરીવાલ હુમલો કરવા માટે કહ્યું અને આ માટે ૫ૂરી પ્‍લાનિંગ કરવામાં આવી. સિસોદિયાએ ટ્‍વીટ કર્યું, ગુજરાત અને એમસીડી ચૂંટણીમાં હારના ડરથી વ્‍યાકૂળ બીજેપી અરવિંદ કેજરીવાલની હત્‍યાનું ષડયંત્ર રચી રહી છે. આમના સાંસદ મનોજ તિવારી પોતાના ગુંડાને અરવિંદજી પર હુમલો કરવા માટે કહી રહ્યા છે અની સંપૂર્ણ પ્‍લાનિંગ પણ કરી લીધી છે ‘આપ' આવી નિમ્‍ન રાજનીતિથી ડરતી નથી, આમની ગુંડાગર્દીનો જવાબ હવે જનતા આપશે.

હકિકતે, સિસોદિયાનું ટ્‍વીટ મનોજ તિવારીના તે ટ્‍વીટના જવાબમાં આવ્‍યું જે તેમણે ગુજરાતમાં પ્રચાર દરમિયાન કર્યું. તેમણે કહ્યું કે ટિકિટના વેચાણ અને સત્‍યેન્‍દ્ર જૈનનો મસાજ લેતો વીડિયો સામે આવ્‍યાને કારણે AAP કાર્યકર્તાઓમાં જેટલો આક્રોશ છે, તેને જોતા તેમને દિલ્‍હીના સીએમની સુરક્ષાની ચિંતા સતાવે છે. તિવારીએ લખ્‍યું, ‘અરવિંદ કેજરીવાલજીની સુરક્ષાને લઈને ચિંતામાં છું, કારણકે સતત ભ્રષ્ટાચારર, ટિકિટનું વેચાણ તેમજ જેલમાં બળાત્‍કારના ઓરાપી સાથે મિત્રતા તેમજ મસાજ પ્રકરણને ળઈને AAP કાર્યકર્તા તેમજ જનતા ગુસ્‍સામાં છે. તેમના વિધેયકની ધોલાઈ પણ થઈ છે આથી દિલ્‍હીના સીએમ સાથે એવું ન થાય... સજા ન્‍યાયાલય જ આપે.

મનોજ તિવારીએ સિસોદિયાના આરોપ પર કોઈ જવાબ નથી આવ્‍યો. જો કે, દિલ્‍હી ભાજપ પ્રવક્‍તા પ્રવીણ શંકર કપૂરે દાવો કર્યો કે કેજરીવાલ રાજનૈતિક જગ્‍યા અને જનતાની સહાનુભૂતર્િીં મેળવવા માટે પોતાના પર હુમલાનું ષડયંત્ર રચી શકે છે. તેમણે કહ્યું, સિસોદિયાના ટ્‍વીટ બાદ એ સ્‍પષ્ટ છે કે ‘આપ' વિચલિત થઈ છે. રાજનૈતિક જગ્‍યા અને સહાનુભૂતિ મેળવવા માટે અરવિંદ કેજરીવાલ કંઈપણ કરી શકે છે, અહીં સુધી કે પોતાના પર હુમલો પણ કરાવી શકે છે. જનતામાં ‘આપ'ની છબિ સંપૂર્ણ રીતે ધ્‍વસ્‍ત થઈ ગઈ છે.

(3:38 pm IST)