Gujarati News

Gujarati News

News of Thursday, 26th January 2023

પાકિસ્તાનના ૪ ટુકડા થશે:અખંડ ભારતનું સ્વપ્ન થશે સાકાર

ગણતંત્ર દિવસ પર બાબા રામદેવની ભવિષ્યવાણી

નવી દિલ્હીઃભારત દેશ આજે 74માં ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે આ અવસર પર બાબા રામદેવે પાકિસ્તાનને લઈને મોટું નિવેદન આપ્યું છે. બાબા રામદેવે કહ્યું કે, દુનિયાની રાજનીતિમાં ઘણું બધું ચાલી રહ્યું છે. યુક્રેન-રશિયા વચ્ચે યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. 

તો ક્યારેક ચીન અને પાકિસ્તાન તરફથી પણ નાપાક પ્રવૃત્તિઓ થતી રહેતી હોય છે. પરંતુ હવે યુગ બદલાઈ ગયો છે. ટૂંક સમયમાં જ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ને ભારતમાં ભેળવી દેવામાં આવશે. આ સિવાય પાકિસ્તાનના 4 ટુકડા થશે અને તેના 3 ભાગ ભારતમાં ભળી જશે.

બાબા રામદેવે કહ્યું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ભારતમાં ભળી જશે. બલુચિસ્તાન નવો દેશ બનશે. સિંધ પ્રાંતમાં પણ ભારત સાથે એક થવાની રેસ ચાલી રહી છે. પાકિસ્તાનના ચાર ટુકડા થઈ જશે. એક નાનો દેશ બચી જશે. બાકીના 3 ભાગ ભારતમાં ભળી જશે અને અખંડ ભારતનું સ્વપ્ન સાકાર થશે. અફઘાનિસ્તાન પણ તાલિબાનથી સુરક્ષિત નથી.

તમને જણાવી દઈએ કે પાકિસ્તાન હાલમાં ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. પાકિસ્તાનમાં સબસિડીવાળા લોટ મેળવવા માટે લાંબી-લાંબી કતારો લાગી રહી છે. લોટ માટે લોકો એકબીજા સાથે લડી રહ્યાં છે. સરકારી તિજોરી પણ ખાલી થઈ ગઈ છે. પાકિસ્તાન IMFની મદદની રાહ જોઈ રહ્યું છે.

(1:18 pm IST)