Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

હવે ઇન્ડીયન ન્યુઝપેપર સોસાયટી મેદાને : સમાચારો માટે અખબારોને ગૂગલ નાણાં ચુકવે : જાહેરાતની આવકમાં પણ ભાગીદારી માંગી

નવી દિલ્હી, તા. ર૬ :  ઇન્ડીયન ન્યુઝપેપર સોસાયટી (આઇ.એન.એસ.) એ. ગુરૂવારે ગુગલને કહ્યું કે ભારતીય અખબારોની સામગ્રીનો ઉપયોગ કરવા બદલ તે તેમને નાણા ચુકવે અને કહ્યું કે કંપની જાહેરાતોની આવકમાં પ્રકાશકની ભાગીદારી વધારીને ૮પ ટકા કરે.

ગૂગલને લખેલ પત્રમાં આઇએનએસના અધ્યક્ષ એલ. આદિમૂલમે કહ્યું કે પ્રકાશકોએ બહુ અપારદર્શક જાહેરાત વ્યવસ્થાનો સામનો કરવો પડી રહ્યો છે. કેમકે તેમની પાસે ગૂગલની જાહેરાતની કિંમતની કોઇ માહિતી નથી. આઇ.એન.એસ. સ્ટેટમેન્ટ બહાર પાડીને કહ્યું કે ગુગલે જાહેરાતની આવકમાં પ્રકાશકની ભાગીદારી વધારીને ૮પ ટકા કરવી જોઇએ અને ગૂગલ દ્વારા પ્રકાશકોને ઉપલબ્ધ કરાવવામાં આવતા જાહેરાતની આવકના રિપોર્ટમાં વધુ પારદર્શકતા લાવવી જોઇએ.

(3:16 pm IST)
  • ચીનમાં માનવાધિકારની સ્થિતિ પર સંયુક્ત રાષ્ટ્ર સંઘે વ્યક્ત કરી ચિંતા : કહ્યું કે સમીક્ષા કરવી જરૂરી :સંયુક્ત રાષ્ટ્રસંઘના પ્રમુખે કહ્યું કે ચીનના શિનજિયાંગ ક્ષેત્રમાં માનવાધિકારની સ્થિતિની સમીક્ષા કરવી જરૂરી છે : એમ પણ કહ્યું કે ચીનમાં કાર્યકર્તાઓ,વકીલો અબે માનવાધિકારના રક્ષકો પર જુઠા કેસ ચલાવી બંદી બનાવ્યા છે access_time 12:53 am IST

  • રાજકોટ સહિત ગુજરાતભરમાં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય ચાલુ : પેટ્રોલ- ડીઝલના ભાવવધારા અને મોંઘવારીના વિરોધમાં ટ્રાન્સપોર્ટના ધંધાર્થીઓએ પણ હડતાલનું એલાન જાહેર કરાયું હતું. પરંતુ ટ્રાન્સપોર્ટના વેપારીઓ સાથે વાત કરતાં તેઓએ જણાવેલ હડતાલનું કોઈ એલાન કરાયું જ નથીઃ માત્ર અફવા છેઃ રાબેતા મુજબ જ ટ્રાન્સપોર્ટનો વ્યવસાય ચાલુ જ છે access_time 12:51 pm IST

  • ભારતના વધુ ઍક બોલર વિનયકુમારે પણ ક્રિકેટને કર્યુ અલવિદા : તમામ ફોર્મેટમાંથી નિવૃતિ લીધાનું સોશ્યલ મીડિયા પર કરી જાહેરાત : ૨૦૧૦માં ભારત માટે ડેબ્યુ કરનાર ફાસ્ટ બોલર વિનયકુમારે તેઓની કારકિર્દીમાં ૩૧ વન-ડેમાં ૩૮ વિકેટ અને ૯ ટી-૨૦માં ૧૦ વિકેટ લીધી હતી : તેઓ ઍક પણ ટેસ્ટ મેચ રમ્યા નથી તે પહેલા જ તેમને ક્રિકેટને અલવિદા કરી દીધુ access_time 6:06 pm IST