Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

યુપીમાં થશે ટ્રાન્‍સજેન્‍ડરની વસ્‍તી ગણતરી

ટ્રાન્‍સજેન્‍ડરને મુખ્‍ય ધારામાં જોડવા ૨૦૦ કરોડનો પ્રસ્‍તાવ

વારાણસીઃ ઉત્તરપ્રદેશ સમાજ કલ્‍યાણ વિભાગે રાજયના ટ્રાન્‍સજેન્‍ડરોની વસ્‍તી ગણત્રી કરાવવાનો નિર્ણય લીધો છે. આના માટે ૨૦૦ કરોડ રૂપિયાનો પ્રસ્‍તાવ તૈયાર કરીને યુપી સરકારને મોકલી પણ અપાયો છે. આ વસ્‍તી ગણત્રીનો ઉદેશ આ વંચિત સમુદાય માટે કલ્‍યાણકારી યોજનાઓ બનાવીને તેમને અમલમાં મુકવાનો છે જેથી આ લોકોનું કલ્‍યાણ કરવાની સાથે જ તેમને સમાજની મુખ્‍ય ધારા સાથે જોડી શકાય.

મુખ્‍યપ્રધાન યોગી આદિત્‍યનાથે પોતાના પહેલા કાર્યકાળમાં ૨૦૨૧માં ટ્રાન્‍સજેન્‍ડર કલ્‍યાણ બોર્ડની રચના કરી હતી. સમાજ કલ્‍યાણ વિભાગે ૨૦૦ કરોડ રૂપિયાના બજેટનો પ્રસ્‍તાવ મુકયો 

(2:28 pm IST)