Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

રશિયામાં આંગણવાડીમાં અંધાધૂધ ગોળીબારમાં 2 બાળકો સહીત 4ના મોત : હુમલાખોરનો આપઘાત

સેન્ટ્રલ પ્રાંત ઉલ્યાનોવસ્કના એક બાળમંદિરમાં હથિયારધારી એક શખ્સે અંધાધૂંધ ગોળીબાર કર્યો

રશિયાના સેન્ટ્રલ પ્રાંત ઉલ્યાનોવસ્કના એક બાળમંદિરમાં હથિયારધારી એક શખ્સે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો જેમાં બે શિક્ષકો અને બે બાળકોના મોત થયા હતા. 

ઉલ્યાનોવસ્ક ક્ષેત્રના માહિતી વિભાગના વડા, દિમિત્રી કમાલે એએફપીને જણાવ્યું હતું કે શૂટિંગ "ઘરેલું સંઘર્ષ" નું પરિણામ હોઈ શકે છે. હુમલાખોર 27 ડબલ-બેરલવાળી શોટગન સાથે નિદ્રાના સમય દરમિયાન આંગણવાડીમાં ગયો હતો ત્યારે ફરજ પર કોઈ ચોકીદાર હાજર નહોતો.  અચાનક ગોળીબાર થતા શિક્ષકો અને બાળકોમાં હાહાકાર મચી ગયો હતો અને તેઓ જ્યાં જગ્યા મળી ત્યાં છુપાઈ ગયા હતા. હુમલાખોરનો ઈરાદો વધારેમાં વધારે લોકોને મારી નાખવાનો હતો. 

રિજિનલ ઓથોરીટીએ રશિયન સમાચાર સંસ્થા તાસને કહ્યું કે અમે ગોળીબારની પુષ્ટિ કરીએ છીએ કે ચાર લાશ મળી છે જેમાં બે બાળકો પણ સામેલ છે.

 

મીડિયા રિપોર્ટ અનુસાર, એક શખ્સ બાળમંદિરમાં ઘુસી આવ્યો હતો અને ભણી રહેલા બાળકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, ગોળીબારમાં ચાર લોકોના મોત થયા છે જેમાં બે બાળકો પણ સામેલ છે. ગોળીબાર થતા બાળકો જ્યાં જ્યાં છુપાવવાની તક મળી ત્યાં છુપાઈ ગયા હતા. હુમલા બાદ હુમલાખોરે આપઘાત કર્યો હતો. 

 

2021 માં રશિયામાં કઝાન શહેરની એક શાળા અને પર્મની એક યુનિવર્સિટીમાં પણ આવો હુમલો થયો હતો તેમાં પણ ઘણા લોકોના મોત થયા હતા. 

(7:24 pm IST)