Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

બેડમિંગટન એશિયા ચેમ્પિયનશિપ :પીવી સિંધુ પ્રથમ રાઉન્ડમાં ચીની તાઈપેની પાઈ યુ પો સામે ટકરાશે

લક્ષ્ય સેનનો પ્રથમ રાઉન્ડમાં ચીનની લી શી ફેંગ સામે ટક્કર થશે

મુંબઈ :બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપમાં બધાની નજર 2 વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ અને વર્લ્ડ ચેમ્પિયનશિપ બ્રોન્ઝ મેડલ વિજેતા લક્ષ્ય સેન પર રહેશે. મહત્વનું છે કે આ બંને ખેલાડી ઘણા લાંબા સમય બાદ મેદાન પર પરત ફરી રહ્યા છે.

એશિયા ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટ પહેલા આ બંને ખેલાડીઓ સારા ફોર્મમાં છે. જેના કારણે બંને પાસેથી અપેક્ષાઓ વધી ગઈ છે. કોરોના મહામારીના કારણે આ ટુર્નામેન્ટ 2 વર્ષ બાદ રમાઈ રહી છે. પ્રણય રોય સારા ફોર્મમાં હોવાથી એચએસ પ્રણયના બહાર થવાથી ભારતની આશાઓને થોડો ફટકો પડ્યો છે. તેની ગેરહાજરીમાં ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટમાં સિલ્વર મેડલ વિજેતા લક્ષ્ય સેન આ પાસે સારી તક હશે. પ્રથમ રાઉન્ડમાં તેનો મુકાબલો ચીનની લી શી ફેંગ સાથે થશે. જેણે 2 વખત વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન અને ચોથો ક્રમાંકિત પીવી સિંધુ પ્રથમ રાઉન્ડમાં ચીની તાઈપેની પાઈ યુ પો સામે ટકરાશે. ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા પર તેનો મુકાબલો ચીનની હાય બિંગ ઝિયાઓ સામે થઈ શકે છે. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ વિજેતા કિદામ્બી શ્રીકાંત  પણ સારા ફોર્મમાં છે. તેણે 2016 અને 2020 માં એશિયા ટીમ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ જીત્યો હતો. પરંતુ વ્યક્તિગત મેડલ જીતી શક્યો ન હતો. પ્રથમ રાઉન્ડમાં તેનો મુકાબલો મલેશિયાની આંગ જે યોંગ સામે થશે.

બી સાઈ પ્રણીત પ્રથમ રાઉન્ડમાં ચોથા ક્રમાંકિત જોનાથન ક્રિસ્ટી સામે રમશે. બીજી તરફ પ્રથમ રાઉન્ડમાં સાઇના નેહવાલનો સામનો કોરિયાની સિમ યુજિન સામે થશે. અહીં 3 મેડલ જીતનારી સાઈના નેહવાલ ઈજામાંથી સાજા થઈને કમબેક કરવા જઈ રહી છે. અક્ષર્શી કશ્યપનો મુકાબલો ટોચના ક્રમાંકિત અકાને યામાગુચી સાથે થશે. જ્યારે માલવિકા બંસોડ સિંગાપોરની યેઓ જિયા મિન સામે ટકરાશે.

મેન્સ ડબલ્સમાં સાત્વિક સાઇરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની વિશ્વમાં નંબર 7 જોડી થાઇલેન્ડના એપિલુક જી અને નાચાનોન તુલામોક સામે ટકરાશે. એમઆર અર્જુન અને ધ્રુવ કપિલાનો મુકાબલો ચોથો ક્રમાંકિત ઈન્ડોનેશિયાના ફજર અલ્ફિયાન અને મુહમ્મદ રિયાન સામે થશે. મહિલા ડબલ્સમાં એન સિક્કી રેડ્ડી અને અશ્વિની પોનપ્પા અને ગાયત્રી ગોપીચંદ અને ટ્રિસા જોલી ઈજાના કારણે ખસી ગયા હતા.

(11:55 pm IST)