Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

UAPA માં સમાવિષ્ટ એન્ટી ટેરિસ્ટ તથા નેશનલ સિક્યુરિટી એક્ટનો દુરુપયોગ થઇ રહ્યો છે : આ એક્ટનો ઉપયોગ રાજ્યના સાર્વભૌમત્વના રક્ષણ માટે નહીં પરંતુ રાજકીય પાર્ટીના રક્ષણ માટે થતો જણાય છે : પટણા હાઇકોર્ટના પૂર્વ જસ્ટિસ અંજના પ્રકાશ

પટણા : પટણા હાઇકોર્ટના પૂર્વ જસ્ટિસ અંજના પ્રકાશે જણાવ્યું હતું કે અનલોફુલ એક્ટિવિટિસ પ્રિવેંશન એક્ટ ( UAPA ) માં સમાવિષ્ટ એન્ટી ટેરિસ્ટ તથા નેશનલ સિક્યુરિટી લો નો દુરુપયોગ થઇ રહ્યો છે . આ એક્ટનો ઉપયોગ રાજ્યના સાર્વભૌમત્વના રક્ષણ માટે નહીં પરંતુ રાજકીય પાર્ટીના રક્ષણ માટે થતો જણાય છે .

CJAR આયોજિત વેબિનારમાં ઉદબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે
ડેમોક્રસી , ડિસેન્ટ એન્ડ ડ્રેકોનિયન લોને UAPA તથા દેશદ્રોહ મામલે દેશના બંધારણમાં સ્થાન છે ? આ એક્ટ એટલો બધો વિવાદાસ્પદ તથા સંવેદનઘીલ છે કે તેનો દુરુપયોગ થઇ શકે છે.તેથી તેનું ભારતના બંધારણમાં સ્થાન હોવું જોઈએ નહીં. બંધારણની કોઈપણ કલમનું અર્થઘટન સ્પષ્ટ હોવું જોઈએ. જે UAPA ની કલમ 15 નું નથી .

તેમણે  આ બાબતે ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે કોઈ વ્યક્તિ એમ કહે કે ગૌમૂત્રનો ઉપયોગ કોવિદ -19 માટે યોગ્ય નથી તો તેને પણ આ કલમ હેઠળ જેલના સળિયા પાછળ ધકેલી શકાય છે.UAPA એક્ટ મુજબ વ્યક્તિની બિનજામીન લાયક વોરંટથી ધરપકડ થઇ શકે છે.તેમ જણાવ્યું હતું.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:15 pm IST)