Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

ગંગા નદીના દરેક સેમ્પલમાં મળ્યા માઇક્રો પ્લાસ્ટીકના અંશો

રામ તેરી ગંગા મૈલી હો ગઇ : માઇક્રો પ્લાસ્ટીક માણસજ નહીં જળચરો માટે પણ ખતરનાક છે

''ગંગા નદીમાં માઇક્રો પ્લાસ્ટીકનું માત્રાત્મક વિશ્વલેષણ'' નામથી ચાલી રહેલ  એક અભ્યાસમાં જણાવાયું છે કે પાંચ રાજયોમાં થઇ ને બંગાળની ખાડી સુધીનો અઢી હજાર કીલોમીટરનો લાંબો માર્ગ પસાર કરતી ગંગા નદી માઇક્રોપ્લાસ્ટીકથી બહુ ખરાબ રીતે પ્રદુષિત થઇ ચુકી છે. પર્યાવરણ સંરક્ષણ માટે કામ કરતી દિલ્હીની બિન સરકારી સંસ્થા રોડસીકસ લીંક દ્વારા કરાવાયેલ આ અભ્યાસમાં જાણવા મળ્યું કે હરિદ્વાર હોય, કાનપુર કે વારણસી હોય, જેટલા પણ સેમ્પલ દેશની રાષ્ટ્રીય નદી ગંગામાંથી લેવાયા તે બધામાં માઇક્રોપ્લાસ્ટીક મળી આવ્યું છે. માઇક્રો પ્લાસ્ટીક એટલે પ્લાસ્ટીકના એ નાના ટુકડા જેની સાઇઝ પાંચ એમએમથી ઓછી હોય આ માઇક્રો પ્લાસ્ટીક નદીની પરિસ્થિતિ સાથે જોડાયેલ વાતાવરણમાં રહેતા મનુષ્યોના આરોગ્ય પર તો ખરાબ અસર કરે જ છે તે ઉપરાંત જળચરો માટે પણ હાનિકારક છે. લગભગ ૬૬૩ જળચર પ્રજાતિઓ પર આ જળપ્રદુષણની ખરાબ અસર પડી છે માઇક્રો પ્લાસ્ટીક પેટથી જવાથી અસર થઇ હોય તેવા લગભગ ૧૧ ટકા જીવો છે.

જળસ્ત્રોતોમાં મળી આવતા પ્લાસ્ટીક કચરામ)ં માઇક્રોપ્લાસ્ટીક સૌથી ખતરનાક માનવામાં આવે છે માછલી, પ્રવાળ, સમુક્ષી સ્તનધારી જીવો ઘણીવાર આ સુક્ષ્મ પ્લાસ્ટીક કણોને ગળી જાય છે અને એ રીતે આ માઇક્રોપ્લાસ્ટીક માણસોની ખાદ્ય શ્રૃંખલામાં સામેલ થઇ જાય છે. માનવના સંદર્ભમાં જોવામાં આવે તો ખાવાથી લઇને પાણી અને ખાદ્ય પદાર્થો રાખવાના પાત્રો સુધીમાં પણ માઇક્રોપ્લાસ્ટીક મળી આવે છે. અજાણતા જ કરાયેલ તેનુ સેવન ગંભીર આરોગ્ય સમસ્યાઓનું કારણ બની જાય છે. અભ્યાસમાં  જે સેમ્પલો લેવાયા તેમાં સીંગલયુઝ પ્લાસ્ટીક અને અન્ય પ્લાસ્ટીક ઉત્પાદનો પણ મળી આવ્યા હતા તેમાં પણ વારાણસીના સેમ્પલમં પ્લાસ્ટીક પ્રદુષણની માત્રા સૌથી વધારે જોવા મળી હતી.

(3:08 pm IST)