Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

સુમિત નાગલનો ટેનિસ મેન્સ સિંગલ્સમાં આસાન પરાજય

ઓલિમ્પિક ટેનિસમાં ભારતના પડકારનો અંત આવ્યો : દુનિયામાં ૧૬૦મા ક્રમાંકિત સુમિત નાગલને મેડવેડેવે આસાનીથી સીધા સેટોમાં ૨-૬ અને ૧-૬ થી હરાવ્યો

 

ટોક્યો, તા.૨૬ : ટોક્યો ઓલિમ્પિકમાં આજે ટેનિસમાં મેન્સ સિન્ગલ્સના બીજા રાઉન્ડમાં ભારતીય ખેલાડી સુમિત નાગલની વિશ્વના બીજા ક્રમના પ્લેયર અને રશિયાના ડેનિયલ મેડવેડેવ સામે હાર થઈ હતી.

દુનિયામાં ૧૬૦મા ક્રમાંકિત સુમિત નાગલને મેડવેડેવે આસાનીથી સીધા સેટોમાં - અને - થી હરાવ્યો હતો. મેડેવેડેવને નાગલ સામે જીતવામાં વધારે મહેનત કરવી પડી નહોતી. પહેલા નાગલ ઉઝ્બેકિસ્તાનના ડેનિસ ઈસ્તોમિનનને -, - અને -૪થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ્યો હતો અને તે સાથે છેલ્લા ૨૫ વર્ષમાં ઓલિમ્પિકમાં મેન્સ સિંગલ્સમાં મેચ જીતનાર ત્રીજો ભારતીય ટેનિસ પ્લેયર બન્યો હતો.

પહેલા લિએન્ડર પેસે અમેરિકામાં એટલાન્ટા ઓલિમ્પિકમાં ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો.

જોકે સાથે ટેનિસમાં ભારતનો પડકાર સમાપ્ત થઈ ગયો છે. કારણકે મહિલા ડબલ્સમાં સાનિયા મિર્ઝા અને અંકિતા રૈનાની જોડી પહેલા રાઉન્ડમાં હારીને સ્પર્ધાની બહાર થઈ ગઈ છે.

(7:34 pm IST)