Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

તેલંગાણાના વારંગલના પાલમપેટમાં આવેલા રામપ્પા મંદિરને યૂનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેઝ જાહેર કરાયું

૧૩ મી સદીમાં રામપ્પા મંદિરનું નિર્માણ થયું: મંદિરના શિલ્પકારના નામ પરથી આ મંદિરનું નામ રામપ્પા રાખ્યું

તેલંગાણાના વારંગલના પાલમપેટમાં આવેલા રામપ્પા મંદિરને યૂનેસ્કોએ વિશ્વ વિરાસત (વર્લ્ડ હેરિટેજ) જાહેર કર્યુ છે. આ અંગેની માહિતી આપતા ભારતના સંસ્કૃતિ મંત્રાલયના મંત્રી કિશન રેડ્ડીએ ટ્વીટ કર્યુ કે યુનેસ્કોએ વારંગલના રામપ્પા મંદિરને વિશ્વ ધરોહર ગણ્યું તે આપણા સૌ માટે આનંદની વાત છે. પ્રાપ્ત માહિતી અનુસાર ૧૩ મી સદીમાં રામપ્પા મંદિરનું નિર્માણ થયું હતું. મંદિરના શિલ્પકારના નામ પરથી આ મંદિરનું નામ રામપ્પા રાખવામાં આવ્યું હતું. ભારત સરકારે વર્ષ ૨૦૧૯માં યૂનેસ્કોને વિશ્વ વિરાસત જાહેર કરવા માટે પ્રસ્તાવ મોકલ્યો હતો.

ભારતના કેટલાક ભાગના લોકો માટે આ મંદિરનું નામ કદાંચ ઓછું જાણીતું છે આથી આ મંદિરની મુલાકાત લેવા જેવી છે. પ્રતિષ્ઠિત રામપ્પા માંદિર મહાન કાકતિય વંશના ઉત્કૃષ્ટ શિલ્પ કૌશલ્યના પ્રદાનના પ્રતિક સમાન છે. વારંગલના મૂળ નિવાસીઓ ખૂબજ ગૌરવ અનુભવી રહયા છે. ઇતિહાસ મુજબ ઇસ ૧૨૧૩માં કાકતિય વંશના મહારાજા ગણપતિદેવને એક શિવ મંદિર નિર્માણ કરવાનો વિચાર આવ્યો હતો.તેમણે શિલ્પકાર રામપ્પાને વર્ષોના વરસો સુધી ટકી રહે એવું મંદિર તૈયાર કરવાનો આગ્રહ કર્યો હતો.

રાજાસ મંદિરની ભવ્યતા જોઇને એટલા ચકિત થયા કે મંદિરનું નામ જ શિલ્પીના નામ પરથી રાખ્યું હતું.રામપ્પા મંદિર ભારતનું જ નહી સમગ્ર વિશ્વનું એક માત્ર પ્રાચીન મંદિર છે જેનું નામ ભગવાન નહી પરંતુ મંદિર તૈયાર કરનારા શિલ્પીના નામથી ઓળખાય છે. કેટલાક વર્ષો પહેલા રામપ્પા મંદિર પર ઇતિહાસકારો અને પુરાતત્વવિદોનું ધ્યાન ગયું હતું. રામપ્પા મંદિર પછી બનેલા અનેક મંદિરો ખંડેર બની ગયા છે પરંતુ આ મંદિર અડિખમ ઉભું હોવાની નવાઇ લાગતી હતી. પાલમપટમાં જઇને સંશોધકોએ આ મંદિરની જાત તપાસ કરી છતાં અડિખમ હોવાનું રહસ્ય જાણી શકયા ન હતા.રામપ્પા મંદિરના પથ્થર પણ વજનમાં હલકાં હતા.પથ્થરના ટુકડા કરીને પાણીમાં નાખવામાં આવતા પત્થર તરતા હતા.રામાયણમાં રામસેતુ પછીની આ ઘટના આર્કેમિડિઝના સિધ્ધાંતને ખોટો ઠરાવતા હતા.

 છેવટે સાબીત થયું કે પત્થરો ખૂદ પોતાના વજનથી જ તૂટતા હોય છે પરંતુ રામપ્પા મંદિરના નિર્માણમાં પત્થરો ઓછા વજનવાળા હોવાથી બાંધકામ તૂટતું નથી. જો કે આટલા જવાબથી જ સંશોધકોને સંતોષ મળે તેમ ન હતો કારણ કે પાણીમાં તરતા પત્થરો કયાંથી લાવવામાં આવ્યા હશે તે પણ રહસ્ય છે.આ પ્રકારના પત્થર ભારત તો શું સમગ્ર વિશ્વમાં કયાંય જોવા મળતા નથી. રામપ્પાએ જો પોતાની ટેકનિકથી જ આ પથ્થરો ૮૦૦ વર્ષ પહેલા જડયા હોયતો તે કેટનિક હવે કોની પાસે છે તે જાણવું જરુરી છે. રામપ્પા મંદિર રામ લિંગેશ્વર તરીકે પણ ઓળખાય છે. તેલંગાણાના વારંગલથી ૭૦ કિમી દૂર પાલમપેટમાં આવેલું છે. આ મંદિર ૬ ફૂટ ઉંચું છે.

(10:32 pm IST)