Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

મહારાષ્‍ટ્રમાં મુસ્‍લિમોનો સર્વે કરાવશે શિંદે સરકાર

મુસ્‍લીમ વસ્‍તી વધારે હોય તેવા ૫૬ શહેરોમાં થશે સર્વે

મુંબઇઃ મહારાષ્‍ટ્રમાં એક તરફ એકનાથ શિંદે જૂથ શિવસેના પર નિયંત્રણ માટે પોતાના હિંદુત્‍વની શાખ સાબિત કરવાના પ્રયાસો કરી રહ્યું છે, ત્‍યારે રાજય સરકારના લઘુમતિ વિકાસ વિભાગે રાજયના ૫૬ શહેરોમાં મુસ્‍લીમ સમાજની સામાજીક, શૈક્ષણિક અને આર્થિક સ્‍થિતી પર એક અભ્‍યાસ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ અભ્‍યાસ એ શહેરોમાં કરાશે જયાં મુસ્‍લીમ વસ્‍તી વધારે છે. ટાટા ઇન્‍સ્‍ટીટયુટ ઓફ સોશ્‍યલ સાયન્‍સ (ટીઆઇએસએસ) કરશે.
કેટલાક લોકો મહારાષ્‍ટ્ર સરકારના આ પગલાને મુસ્‍લીમ સમાજ તરફ પહોંચ વધારવાના પગલારૂપે જુએ છે જયારે અન્‍ય લોકો આને શિંદે જુથની ઉધ્‍ધવ ઠાકરે સેનાની સરખામણીમાં વધારે હિંદુત્‍વ સાથે રજૂ કરવાની કોશીષરૂપે જુએ છે. ઉલ્લેખનીય છે કે મુસ્‍લીમ વસ્‍તીના સમર્થનથી મહારાષ્‍ટ્રમાં આગામી બીએમસી ચુંટણીના પરિણામો નક્કી થઇ શકે છે.આ અભ્‍યાસની શરૂઆત મુસ્‍લિમ સમાજ સુધી પહોંચવાના સંઘના દબાણને અનુરૂપ છે, હાલમાં જ હિજાબ, મદરેસા સર્વે અને જ્ઞાનવાપી મસ્‍જીદ વિવાદ મુદ્દે મુસ્‍લીમ સમાજનો અલગાવ વધતો જાય છે. ગયા મહિને સંઘ પ્રમુખ ભાગવતે મુસ્‍લીમ બુધ્‍ધિજીવીઓ સાથે મીટીંગ કરી હતી. જેમાં બંને પક્ષોની ચિંતાઓ પર ચર્ચા કરાઇ હતી. ત્‍યારપછી તેમણે ગયા અઠવાડીયે અખિલ ભારતીય ઇમામ સંગઠનના પ્રમુખ ઉમર અહમદ ઇલ્‍યાસી સાથે પણ મુલાકાત કરી હતી

 

(4:12 pm IST)