Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

ડેરીઓ ખેડૂત પાસેથી ૧૦ ટકા સસ્‍તુ દૂધ ખરીદી રહી છે પરંતુ ગ્રાહકોને ફાયદો નહીં

પ્રતિ લીટર ૩-૫ રૂપિયા દૂધના ખરીદી મૂલ્‍યમાં ઘટાડો : મિલ્‍ક પાવડર- માખણ થયું સસ્‍તુ

નવી દિલ્‍હી તા. ૨૭ : છેલ્લા એક વર્ષમાં દૂધની રિટેલ કિંમત ૧૧૧૫ ટકા સુધી વધી છે. ભાવમાં થઇᅠરહેલોᅠવધારા વચ્‍ચે ઉત્તર ભારત તેમજ મહારાષ્ટ્રમાં મુખ્‍ય ડેરીઓ તરફથી ખેડૂતોને મળતા દૂધના ભાવમાં મોટો ઘટાડો કરવામાં આવ્‍યો છે. ડેરીઓ દ્વારા ખેડૂતોને મળતા દૂધના ભાવમાં મોટો ઘટાડો કરવામાં આવ્‍યો છે. ડેરીઓએᅠછેલ્લા ૧૫ દિવસમાં જ દૂધના ખરીદી મૂલ્‍યમાં ૧૦ ટકા એટલે કે પ્રતિ લિટર ૩ થી ૫ રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે. પરંતુ તેનો ફાયદો ગ્રાહકોને મળ્‍યો નથી. અને દૂધ અને તેનાથી બનતા ઉત્‍પાદોનીᅠકિંમતોᅠરિટેલ બજારમાં ઓછી થઇ નથી.ᅠ ᅠ

દૂધ ઉદ્યોગ સાથે જોડાયેલી અધિકારીઓને કહ્યું કે ડેરી તરફથી ખરીદ કિંમતોમાંᅠકોઈ ફેરફાર કરવામાં આવ્‍યો નથી. જોકે અધિકારીઓએᅠકહ્યું કે ગ્રાહકો માટે ફક્‍ત એક રાહત થશે કે કેટલાક મહિના સુધી દૂધના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્‍યો નથી. દૂધની ખરીદી કિંમત ઘટવાથી છેલ્લા સપ્તાહ દરમ્‍યાનᅠસ્‍કિમ્‍ડ મિલ્‍ક પાવડર અને બટરનીᅠકિંમતમાં પણ ૫ થી ૧૦ ટકાનો ઘટાડો નોંધાયો છે.ᅠ ᅠ

દૂધ ઉદ્યોગોએ કિંમતોમાᅠથતા ઘટાડા માટે વાતાવરણની ગરબડી અને જમા કરેલા સ્‍ટોકને બજરં જારી કરવાને જવાબદાર ગણવામાં આવ્‍યા છે. અત્‍યાર સુધી ભીષણ ગરમી નહીં પડવાના કારણે દહીં, છાસ અને અન્‍ય પીણાંᅠમાટે નવી માંગ ચરમ સ્‍તર સુધી નહીં પહોંચી છે.એ જ કારણે મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા અને યુપી અને દિલ્‍હીના કેટલાક ભાગોમાં મિલ્‍ક પાવડર અને બટરનીᅠકિંમતોᅠઘટી છે.ᅠ ᅠઆવીન પાસે વર્તમાનમાં ફક્‍ત ૬૦૦ બલ્‍ક મિલ્‍ક કુલર છે. આદર્શ રૂપથી સહકારી સમિતિઓનું કાચું દૂધ એક કલાકની અંદર કુલિંગ કેન્‍દ્રો સુધી પહોંચવું જોઈએ. પરંતુ તામિલનાડુમાં ૩ કલાક અથવા તેનાથી વધુ સમય લાગે છે.

(1:07 pm IST)