Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

સંબંધોની ઐસીતૈસીઃ બોયફ્રેન્ડની સાથે સાથે તેના પિતા સાથે પણ ડેટ કરે છે મહિલા

ન્યુયોર્ક,તા.૨૭ : એક સમય હતો, જયારે મહિલાની જિંદગી પતિ અને બાળકો સુધી સમેટાઈ જતી હતી. ત્યાર બાદ સમય બદલાયો અને મહિલાઓ પોતાની લાઈફ પોતાની રીતે જીવવા લાગી. પહેલા તો છુટાછેડા બાદ મહિલાનું જીવન ખતમ માની લેવામાં આવતું હતું, તો વળી હવે કંટાળી ભરેલ લગ્ન જીવનથી કંટાળીને મહિલાઓ ખુદ અલગ થઈ જાય છે. છુટાછેડા બાદ તે પોતાની લાઈફ ખૂબ એન્જોય કરે છે, અને સાથે સાથે પોતાનો પાર્ટનર પણ પસંદ કરી લેતી હોય છે. કેટલીય ડેટીંગ એપ્સ પર હાલના દિવસોમાં છુટાછેડાવાળી મહિલાઓની પ્રોફાઈલ આપને દેખાશે.

હાલમાં જ અમેરિકાના એરિઝોનામાં રહેતી ક્રિસ્ટીન નામની મહિલાની ખૂબ ચર્ચા થઈ રહી છે. એક બાળકની માતા ક્રિસ્ટીને પોતાના પતિથી છુટાછેડા લીધા છે. ચાલીસ વર્ષની આ મહિલાની જિંદગી પહેલાથી વધારે રંગીન થઈ ચુકી છે. હવે તે પોતાના હિસાબથી તૈયાર થાય છે, પાર્ટી કરે છે અને પોતાનાથી નાની ઉંમરના છોકરાને ડેટ પણ કરે છે. સોશિયલ મીડિયા પર તેને હજારો ફોલોઅર્સ પણ છે. હાલમાં જ તેણે પોતાના વીડિયોમાં આ વાતનો ખુલાસો કર્યો હતો કે, જે બાદ કેટલાય લોકોએ તેને ડેટની ઓફર આપી છે.

ક્રિસ્ટીને હાલમાં જ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ ટિકટોક પર પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. સાથે જ લખ્યું છે કે, તે છોકરાની સાથે સાથે તેના પિતાને પણ ડેટ કરી શકે છે. સાથે જ કેપ્શનમાં લખ્યું કે, શું કોઈ એકલી સિંગલ મધરને ડેટ કરવા માગશે? આ પોસ્ટમાં તેણે એક શાનદાર ડ્રેસ પહેરી રાખ્યો હતો. આ વીડિયોને હજારો લોકોએ લાઈક કર્યો છે.

ક્રિસ્ટીને આ પોસ્ટ બાદ તેના પર કમેન્ટનો વરસાદ થવા લાગ્યો. કેટલાય લોકોએ તેની સુંદરતાના વખાણ કર્યા છે. એકે લખ્યું કે, આ ઉંમરે પણ તે કેટલી આકર્ષક લાગે છે. તો વળી એકે લખ્યું કે, તેને ક્રિસ્ટીનની ઓફર મંજૂર છે. એકે કમેન્ટ કરી કે ,તું તેના બાપાને પકડી રાખ, દીકરાને છોડી દે.

(11:25 am IST)