Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

ટીપુ સુલતાનની તલવાર ૧૪૩ કરોડમાં વેચાઈ

ટીપુ સુલતાનની આ તલવાર ૧૮મી સદીમાં બની હતી અને ભારત છોડીને ગયેલા અંગ્રેજો પોતાની સાથે એને લઈ ગયા હતા

લંડન,તા. ૨૭ : મૈસૂરના ૧૮મી સદીના શાસક ટીપુ સુલતાનની તલવાર લંડનમાં ઓકશન હાઉસ બોનમ્સ ઇસ્લામિક એન્ડ ઇન્ડિયન આર્ટ સેલ ખાતે ૧૪૩ કરોડ રૃપિયામાં વેચાઈ છે, જે કોઈ ભારતીય અને ઇસ્લામિક વસ્તુના ઓકશન દ્વારા વેચાણ માટેનો નવો વર્લ્ડ રેકોર્ડ છે. આ ઓકશન હાઉસ અનુસાર આ શાસકની પાસે રહેલાં હથિયારોમાં આ તલવારનું ખૂબ જ મહત્ત્વ હતું. ટીપુ સુલતાનની આ તલવાર ૧૮મી સદીમાં બની હતી અને ભારત છોડીને ગયેલા અંગ્રેજો પોતાની સાથે એને લઈ ગયા હતા. મોગલોનાં હથિયારો બનાવનારાઓએ ટીપુની તલવાર જર્મન બ્લેડ જોઈને બનાવી હતી. ચોથી મે ૧૭૯૯માં ટીપુ સુલતાનની હાર બાદ સેરિંગાપાટમથી તેમની પાસેથી અનેક હથિયારોને લૂંટવામાં આવ્યાં હતાં જેમાં આ તલવાર પણ સામેલ હતી. 

(11:26 am IST)