Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

IPLમાં સાત અઠવાડિયામાં ૧૫૦૦ કરોડથી વધુ વખત વીડિયો વ્‍યૂ

જીઓ સિનેમાએ તોડયા તમામ રેકોર્ડ GT vs CSK મેચ દરમિયાન જીઓ સિનેમાએ બનાવ્‍યો વર્લ્‍ડ રેકોર્ડઃ ૨.૫ કરોડ લોકોએ ઉજવ્‍યો મેચનો ઉત્‍સવ

મુંબઇ,તા. ૨૭ : જીઓ સિનેમા એપ તેના અત્‍યાર સુધીના શ્રેષ્ઠ તબક્કામાંથી પસાર થઈ રહી છે. હાલ જીઓ સિનેમા પર IPL વિનામૂલ્‍યે બતાવવામાં આવે છે. ટાટા આઈપીએલના કારણે ડિજિટલ સ્‍ટ્રીમિંગ પ્‍લેટફોર્મ જીઓ સિનેમાનો વ્‍યૂઈંગ ટાઈમ જબ્‍બર વધી ગયો છે. જીઓ સિનેમા ડિજિટલ સ્‍પોર્ટ્‍સ જોવા બાબતે વૈશ્વિક બેન્‍ચમાર્ક સ્‍થાપિત કરી ચુક્‍યું છે. પ્રથમ સાત અઠવાડિયામાં જીઓના વીડિયો વ્‍યૂ ૧૫૦૦ કરોડથી વધુ છે.

ચેન્નાઈ સુપર કિંગ્‍સ અને ગુજરાત ટાઇટન્‍સ વચ્‍ચે મંગળવારે રમાયેલી પ્રથમ ક્‍વોલિફાયર મેચ પણ IPLની અત્‍યાર સુધીની સૌથી વધુ વ્‍યૂઅરશીપ સુધી પહોંચી ગઈ છે. બીજી ઈનિંગની અંતિમ ઓવરોમાં દર્શકોની સંખ્‍યા વધીને ૨.૫ કરોડ થઈ ગઈ હતી. લોકો જીઓસિનેમા તરફ આકર્ષિત થઈ રહ્યાં છે.

ડિજિટલ કોન્‍કરન્‍સીની દ્રષ્ટિએ આ સિઝન ગેમ-ચેન્‍જર રહી છે. અગાઉ ૨૦૧૯માં સર્જાયેલો ૧૮.૭ મિલિયન દર્શકોનો આઈપીએલ રેકોર્ડ આ વર્ષે તૂટી ગયો છે. આ સિઝનમાં ૧૩થી પણ વધુ મેચોમાં એક સાથે ૧૮ મિલિયન દર્શકો જોતાં હોવાનો આંકડો વટી ગયો છે.

જીઓસિનેમાએ અગાઉ બે વાર IPLના પીક કોન્‍કરન્‍સીનો રેકોર્ડ તોડ્‍યો હતો. ૧૨ એપ્રિલે ચેન્નાઈ સુપર કિંગ્‍સ અને રાજસ્‍થાન રોયલ્‍સના મુકાબલા દરમિયાન કોન્‍કરન્‍સી ૨.૨૩ કરોડ રહી હતી. પાંચ દિવસ પછી જ રોયલ ચેલેન્‍જર્સ બેંગ્‍લોર અને ચેન્નાઈ સુપર કિંગ્‍સના મુકાબલા દરમિયાન આંકડો ૨.૪ કરોડ સુધી પહોંચ્‍યો હતો અને પોતાનો જ રેકોર્ડ તોડી દીધો હતો.

અત્‍યાર સુધી જીઓસિનેમા ખૂબ સારો રિસ્‍પોન્‍સ મળ્‍યો છે. દર્શકોને વધુ સારો અનુભવ આપવા માટે જીઓસિનેમા દ્વારા ૩૬૦-ડિગ્રી વ્‍યુઇંગ ફીચર બહાર પાડવામાં આવ્‍યું છે, જે ડિજિટલી ઇમર્સિવ ફેન એંગેજમેન્‍ટના પાવરની તાકાત બતાવશે. દર્શકોએ ભોજપુરી, પંજાબી, મરાઠી અને ગુજરાતી સહિત વિવિધ ભાષામાં મેચનો આનંદ માણ્‍યો છે અને મલ્‍ટી-કેમ, 4K, હાઇપ મોડ જેવી ડિજિટલ-ઓન્‍લી ફીચર્સનો પણ આનંદ લીધો છે. આ સિવાય હાઇલાઇટ્‍સ, વિરાટ કોહલી, હાર્દિક પંડ્‍યા, ફાફ ડુ પ્‍લેસિસ, રાશિદ ખાન, ડેવિડ મિલર ટોપ પ્‍લેયરના ઇન્‍ટરવ્‍યુ સહિત ટીમો સાથેની પાર્ટનરશીપ દ્વારા પણ એક્‍સાઈટિંગ કોન્‍ટેન્‍ટ દર્શકો સુધી પહોંચાડ્‍યું છે.

જીઓ સિનેમાએ IPL ૨૦૨૩ ના ડિજિટલ સ્‍ટ્રીમિંગ માટે પાર્ટનરશીપ કરી હોય તેવી ૨૬ ટોપ બ્રાન્‍ડ્‍સ છે. જેમાં કો-પ્રેસેન્‍ટીંગ સ્‍પોન્‍સોર Dream૧૧, કો-પાવર્ડ જીઓમાર્ટ, ફેનપે, Tiago EV, જીઓ (એસોસિયેટ સ્‍પોન્‍સર) Appy Fizz, ET Money, કેસ્‍ટ્રોલ, TVS, ઓરિયો, બિંગો, સ્‍ટિંગ, આજીઓ, હાયર, રૂપે, લૂઈ ફિલીપ જીન્‍સ, અમેજોન, રેપિડો, અલ્‍ટ્રાટેક સિમેન્‍ટ, પૂમા, કમલા પસંદ, કિંગફિશર પાવર સોડા, જીંદાલ પેન્‍થર TMT રબર, સાઉદી ટુરિઝમ, સ્‍પોટિફઆય અને AMFIનો સમાવેશ થાય છે.

 

 

(12:25 pm IST)